________________
બેનમૂન કલામય મંદિર
: ૧૯૫
અમારા મન શાંત ન થાય ત્યાં સુધી અમે આપના જમણને સ્વીકાર કેમ કરી શકીએ? પહેલાં પન્યાસજી મહારાજના ચાતુમસ માટે અનુમતિ આપી અમને કાયમી જમણને લાભ આપે. પછી અમે આપને ત્યાં જમવાના જ છીએ. આપને પ્રેમભાવ અમને જમ્યા સિવાય ક્યાં જવા દે તેમ છે!” આગેવાને એ લાગણીપૂર્વક પિતાની ભાવના દર્શાવી.
“ભાગ્યવાને! પન્યાસજી મહારાજને ઉપદેશ વચને આ વખતે અમારે સૌને સહકુટુંબે લાભ લેવો હતો. માટુંગાના ભાઈઓની પણ એ જ ભાવના છે પણ તમારા થાણાના લાભાલાભનો વિચાર કરતાં પન્યાસજી થાણા પધારશે. તમે નિશ્ચિત રહે. હવે આનંદપૂર્વક આપ સૌ જમી લે અને પછી સુખેથી પધારો.” - થાણાના આગેવાનોના હૃદયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. પન્યાસજી મહારાજના જયઘોષથી શાંતિનગર ગાજી રહ્યું. શેઠ રવજીભાઈએ થાણાના બધા ભાઈઓને પ્રેમપૂર્વક ભજન કરાવી વિદાય આપી. પન્યાસજી મહારાજે માટુંગાને પણ લાભ મળે તે દષ્ટિએ શ્રી ગુલાબમુનિ આદિ બે કાણાને માટુંગા ચાતુર્માસ રહેવા આજ્ઞા આપી. બીજા મુનિરાજોની સાથે અન્યાસજી મહારાજે થાણુ તરફ વિહાર કર્યો.
થાણાને પ્રવેશ ભાવભર્યો હતો. થાણાના બહેન-ભાઈના આનંદને પાર નહોતે. થાણાને સાચે ઉત્કર્ષ સાધનાર પન્યાસજી ચાતુર્માસ માટે પધાર્યા હોવાથી આબાલવૃતિના હૃદયે હષથી ઉછળી રહ્યાં હતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com