________________
- ૧૦૪
જિનદ્ધિસૂરિ જીવન-પ્રભા
બધા ભાઈઓ પન્યાસજીની વાત સાંભળી શેઠ રવજીભાઈ પાસે ગયા.
“શેઠ સાહેબ! અમારા થાણાની પરિસ્થિતિ આપ જાણે છે.બાર બાર વર્ષને કલેશ શાંત કરનાર પન્યાસજી મહારાજની પૂરી પ્રેરણા હશે તેજ અધૂરું રહેલું મંદિરનું કામ પૂર્ણ થશે. વળી આપતે અમારા કામમાં ખૂબ રસ લે છે. આપે પણ આવા ધમ ઉદ્યોતના કામમાં સક્રિય સહકાર આપવાને છે. આપ માટુંગામાં જ્યારે ધારશો ત્યારે પન્યાસજીને લાવી શકશો. આ સાલ બીજા કોઈ મુનિરાજને લાભ મેળવી શકશે. આ વિનતિ અમે શેઠાણી શ્રી કંકુબહેનને પણ કરીએ છીએ. પન્યાસજી મહારાજના થાણુ પર અનહદ ઉપકારો છે. અમે તેઓશ્રીન ચિત્રકણી રહીશું. પણ જે ધગશ પન્યાસજીને થાણા માટે છે તે દષ્ટિએ પન્યાસજી ચાતુર્માસ કરે તેજ અમારું કામ આગળ વધે તેમ છે. કામ શરૂ થઈ ગયા પછી તે બધે પ્રબંધ થઈ રહેશે. અમારી વિનતિ સ્વીકારે અને પન્યાસજીને થાણા ચાતુર્માસ લઈ જવા અનુમતિ આપે.” આગેવાને એ શ્રી રવજીભાઈને આગ્રહપૂર્વક વિનતિ કરી.
“તમારી વાત તે સાચી છે પણ જમવાને સમય થઈ ગયો છે રસેઈ પણ તૈયાર છે. પહેલાં આપ બધાં ભાઈઓ જમી લો. પછી તમારી વાત ઉપર આપણે વિચાર કરીશું.” શેઠ રવજીભાઈએ જમવા માટે આગ્રહ કર્યો.
શેઠ સાહેબ ! જમવાની ના તે કેમ પડાય! આપના આગ્રહને માન આપવું જ પડશે પણ અમારી મોટી ભૂખ તે શાંત કરે, જે અમૃતની વર્ષાની જરૂર છે તે તૃપ્ત કરો. જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com