________________
: ૧૨ ક
જિનઋહિરિ જીવન-પ્રભા કૃપાળુ ! આપશ્રી થાણુ પધારે. જેવી રીતે સંપ કરાવી આખા સંઘમાં આનંદ આનંદ ફેલાવી દીધું. તેવી રીતે બાર બાર વર્ષથી અધૂરું રહેલું શ્રી મંદિરનું કામ પ્રેરણા આપી ચાલુ કરાવી આપે તે થાણાને સંઘ આપને ચિરણ રહેશે.” એક આગેવાને વિનંતિ કરી.
“દયાળુ! અમારા શ્રી સંઘની ભાવના થાણાને ખરેખર તીર્થધામ બનાવવાની જ છે. આ મંદિર કલામય કરાવવું છે. જગ્યા પણ વિશાળ છે. વળી કેઈપણ જગ્યાએ ન હોય તેવું બેનમૂન કેતરણીવાળું બનાવવા પેજના કરી છે. મંદિરના રંગમંડપમાં શ્રીપાળ મહારાજા અને દેવી મયણાસુંદરીના જીવન પ્રસંગેના દ કેતરાવાની વિચારણા કરી છે ઉપરાંત આપણાં મહાન તીર્થધામના પટ્ટો પણ કેતરવાનાં છે. બીજા આગેવાને સંઘની ભાવના રજુ કરી.
સાહેબ! આ મંદિરમાં નવપદજી મહારાજનું વિશાળ અનુપમ નવપદ-મંડળ પણ છેતરાવાનું છે અને બીજા પણ જૈન સંસ્કૃતિના કલામય દો હૂબહૂ રજુ કરવાની ભાવના છે.” ત્રીજા આગેવાને કલામય દ વિષે રજુઆત કરી.
કૃપાસિંધુ ! આ બધાં કામમાં આપ સાહેબની પ્રેરણાની અમને ખાસ જરૂર છે. આપ થાણુ પધારશે તે અમારાં બધાં કામે યશસ્વી રીતે પાર પડશે.' બધા આગેવાને એ સાથે આગ્રહભરી વિનંતિ કરી.
“ભાગ્યવાને ! તમારી ભાવના તે આદર્શ અને અત્યુત્તમ છે. થાણાની પ્રાચીનતાને યોગ્ય બેનમૂન કલામય મંદિરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com