________________
4... કે : -
R'
બેનમૂન કલામય મંદિર
(૩૪) મણ વંદામિ !” થાણાના આગેવાને વંદણા કરી. “ધર્મલાભ !” પન્યાસજીએ ધર્મલાભ આપ્યા.
સાહેબ ! આપે ભારે પરિશ્રમ સેવીને અમારા થાણાના સંઘને બાર બાર વર્ષને કલેશ મટાડી અમારા થાણા ઉપર મહદ્ ઉપકાર કર્યો છે તે માટે થાણાના આબાલવૃદ્ધ આપશ્રીના જણી છીએ.' એક આગેવાને પન્યાસજીને આભાર માન્યો.
ભાગ્યશાળી ! તમારૂં થાણુ તે તીર્થધામ છે. શ્રી પાળ મહારાજાની ધર્મલક્ષ્મીનું એ પ્રાચીન શહેર છે. થાણાના સંઘમાં કલેશ હોય તેથી તે મુંબઈના સંઘને પણ શાંતિ ન હોય. અમારૂં સાધુઓનું તે પ્રથમ કર્તવ્ય છે કે જ્યાં જ્યાં કુસંપ-કલેશ મનદુઃખ હોય ત્યાં શાંતિ સ્થાપવી જોઈએ. તેમાં જ જૈન શાસનનું કલ્યાણ છે. તેમજ જૈન સમાજને સાચો ઉત્કર્ષ છે.” પન્યાસજીએ સાધુઓનું કર્તવ્ય દર્શાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com