________________
દાદરને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ
. ૧૮૭ ૬ ભગવાન મહાવીર સ્વામીના જયનાદેથી ઉપાશ્રય ગુંજી ઉઠયો હતે.
પન્યાસજી મહારાજના અત્યન્ત પરિશ્રમ અને ઉપદેશથી દાદરના શ્રી સંઘે પ્રતિષ્ઠાની ભારે સુંદર તૈયારી કરી. દાદર સ્ટેશનથી પાંચ મિનિટના રસ્તા ઉપર સુંદર બજાર અને વિશાળ ચગાન સન્મુખ આવેલા શિખર બંધ જૈન મંદિરમાં ચૈત્ર વદી ૧૩ થી પ્રતિષ્ઠા મહોત્સવની મંગળ શરૂઆત કરવામાં આવી. પ્રતિષ્ઠા માટે વિવિધ સુશોભન તથા વીજળીક રોશનીથી જગમગતે ભવ્ય મંડપ તૈયાર થઈ ગયો. પ્રતિષ્ઠા પ્રસંગે ચાર આકર્ષક જળયાત્રા વગેરેના વરઘોડા, સેના-ચાંદીના રથ સહિતના ધામધૂમપૂર્વક કાઢવામાં આવ્યા. દાદરમાં હજારો ભાઈ બહેને પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉમટી આવ્યા હતા. અગર તડના સંઘ તરફથી બે સંઘજમણ તથા લાઠારાવાળા શેઠ કુઆઇ ભીખાજી છત્રીવાળા તરફથી એક એમ ત્રણ સંઘજમણ કરવામાં આવ્યા. પ્રતિષ્ઠાને દિવસે આકાશમાં વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ જોઇને દાદરના નગરજને હિંગ થઈ ગયા. અષ્ટોત્તરી સ્નાત્ર આનંદપૂર્વક ભણાવવામાં આવ્યું. • પ્રતિષ્ઠામાં પ્રભુજી પધરાવવા વગેરેને લાભ ધર્મપ્રેમી ભાઈ બહેનેએ આનંદપૂર્વક લીધો અને યથાશક્તિ સારી રકમ બચીને આનંદ અનુભવે.
આ પ્રતિષ્ઠા પ્રસંગે મુખ્ય ઉપજ નીચે પ્રમાણે થઈ હતી. ૨૫૦૧) મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુને ગાદી પર બિરાજ
માન કરવાના શેઠ નેનમલજી સરૂપજી જૂની પદેલવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com