________________
બાર બાર વર્ષના કલેશનું સમાધાને
: ૧૮૩ અમને બધાને શિરોધાર્ય છે અને આપશ્રી થાણા પધારે અને ત્યાં જ પાંચમાં ઉપવાસનું પારણું કરવાનું છે. વગેરે જણાવ્યું.
પન્યાસજી સમાધાનની વાત સાંભળી હર્ષિત થયા પણ પન્યાસજી તે પૂબ વ્યહાર કુશળ હતા તેથી સ્પષ્ટ જણાવ્યું.
“જુઓ તમે છેલ્લે નિર્ણય કરીને આવ્યા છે. સમાધાન તે હવે થઈજ ગયું સમજે. ત્યારે અહીં તમે બન્ને તડવાળા ભાઈઓ આજેજ સાથે બેસીને જમે અને સમાધાનના શ્રી ગણેશ શરૂ કરો.”
આ નવીજ દરખાસ્તથી બધાનાં મન પ્રફુલ્લ થયાં, મુલુંડવાળા ભાઈઓએ થાણાના આગેવાનું ખૂબ સુંદર સ્વાગત કર્યું. બધા આનંદપૂર્વક સાથે બેસીને જમ્યા. વર્ષોના વિજેગ નેહના મંગળમિલનમાં પરિણમ્યા. આનંદની લહરીઓ લહેરાણી.
પન્યાસજીએ મુલુંદથી વિહાર કર્યો. થાણાનો પ્રવેશ અનુપમ હતા. પાંચ ઉપવાસનું પારણું આનંદપૂર્વક થયું. સંઘ આખામાં સંપના મેજ ઉછળી રહ્યાં. આનંદ આનંદ છવાઈ રહ્યો. આબાલ વૃદ્ધ બધાં પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યાં. થાણુ શહેરનું વાતાવરણ પરમ પવિત્ર, સુખશાંતિમય અને આનંદપૂર્ણ મઘમઘી રહ્યું.
પન્યાસજીની આજ્ઞા પ્રમાણે બને તડેએ સમાધાનની શરતો સ્વીકારી લીધી. બાર બાર વર્ષના કલેશને અંત આવ્યો. પન્યાસજીના પ્રયાસે ફળ્યા. દાદરના આગેવાને શેઠ ફૌજમલજી તથા શેઠ વિરચંદજીએ ભારે પરિશ્રમ કરી આખીરાતને ઉજાગરે કરી ફેંસલે તૈયાર કર્યો, પન્યાસજી મહારાજે તે ફેંસલે સાંભળે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com