________________
1 ૧૫૮ :
જિનઋહિરિ જીવન-પ્રભા
મુંબઈની પાસે જ હોવા છતાં પન્યાસજીનો વિયેગ રહ્યો. તેઓ પાયધુની જવા તલપાપડ થઈ રહ્યા, પણ મુંબઈમાં કેમી હુલ્લડની આગ ભભૂકી રહી હતી અને ભીંડી બજાર તથા મહમદઅલી રોડ પણ કોઈની પણ સહીસલામતી નહોતી. મારામારી ને કાપાકાપી ચાલી રહી હતી, પાયધુની પહોંચવાની ઉત્સુક્તા વિશેષ હતી. ભક્તજને પન્યાસજીને જવા દેવા તૈયાર નહોતા. તપસ્વી અને અશક્ત શરીરે દૂર જવા બધાની અનિચ્છા છતાં અધિષ્ઠાયક અને વીર ઘંટાકરણને યાદ કરી પન્યાસજી ચાલી નીકળ્યા. સદભાગ્યે પિલીની સહાયતા મળી ગઈ. પન્યાસજી પાયધુની પહોંચી ગયા. ગુરુબધુ પન્યાસજી કેશરમુનિ પાછળ કરવા ગ્ય કાર્યો પન્યાસજીએ અગ્રેસર થઈને કરાવ્યા તથા તેમના શિષ્ય શ્રી બુદ્ધિમુનિજી આદિને આધાસન આપ્યું.
પન્યાસજીના ઉપદેશથી રૂા. ૧૦૦૦) કવરાડાવાળા શેઠ છતાછ ખુમાજી તરફથી જીવદયા મંડળને આપવામાં આવ્યા, પાયધુની શ્રી મહાવીર સ્વામીના દહેરાસરમાં અઠ્ઠાઈ–મહોત્સવ, શાન્તિસ્નાત્ર વગેરે થયાં.
જયપુરનિવાસી ભાઈ નથમલજીની દીક્ષાની ભાવના થવાથી પન્યાસજીએ શ્રી આદીશ્વરની ધર્મશાળામાં ધામધૂમપૂર્વક દીક્ષા આપી. શ્રી બુદ્ધિમુનિના શિષ્ય તરીકે નન્દનમુનિ નામ રાખવામાં આવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com