________________
છે માણીભદ્રવીરની દેરીને જીદ્ધાર
: ૧૩૪ : ખંભાતથી વિહાર કરી મહારાજશ્રી સાયમાં પધાર્યા. પન્યાસજીના દર્શન કરવા ખંભાતની પાંચ જ્ઞાતિના આગેવાને ઉપરાંત ખંભાતના નવાબ સાહેબના મામા તથા મસીઆઈ ભાઈ પણ પોતાના જનાના સાથે મહારાજશ્રીના દર્શનાર્થે પધાર્યા. મહારાજશ્રીના ધમપ્રવચનના અમૃતવચન સાંભળી બધા મુગ્ધ થયા. જનતાની સેવા અને પ્રાણુ માત્ર તરફ દયા દ્રષ્ટિ એ સાચો ધર્મ છે તે સમજાવ્યું. ખંભાતના ગુરૂભક્ત શેઠ ભેગીલાલ નાણાવટી તરફથી સ્વામીવાત્સલ કરવામાં આવ્યું.
તારાપુર, સોજીત્રા, ડઈ થઈ માતરની ફરી યાત્રા કરી પન્યાસજી ખેડા પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com