________________
ધર્મ-ઉલોત
: ૧૦૧ :
સાહેબ! ફરમાવે. આપની આજ્ઞા શિરોધાય છે.”
નજરબાર તે વેપારનું મથક છે. સાધુ સાદેવીને માટે વિહારનું આશ્રય સ્થાન છે. તમારા ગામમાં ઉપાશ્રય ન હોય તે બરાબર નથી. તમે ઘણા ખરા બહારથી આવી વસ્યા છે. . પરમાત્માની કૃપાથી તમે સુખી થયા. લક્ષ્મી કમાયા પણ ધર્મ લક્ષમી વિના બધું નકામું. તમે ધારે તે ઉપાશ્રય થતાં વાર શી !'
“સાહેબ! ઉપાશ્રય માટે અમારી ભાવના તે ઘણા સમયથી છે પણ તે માટેના પ્રયાસો થયા નથી.” - આપણા ચરિત્રનાયકના ઉપદેશની જાદુઈ અસર થઈ. તેજ વખતે રૂા. ૫૦૦૦) લખાઈ ગયા. બીજા પણ રૂા. ૧૦૦૦૦) થયા અને ઉપાશ્રયનું ખાતમુહૂર્ત પણ થયું. કામ પણ તાબડ તેમ શરૂ થયું અને મનહર ઉપાશ્રય તૈયાર થઈ ગયે.
પ્રતિષ્ઠાને દિવસ નક્કી થયા. અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવાને નિર્ણય થયો. આસપાસના ગામોમાં નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યા,
શેઠ ડાહ્યાભાઈ મંછારામ મહારાજશ્રીના પરમ ભક્ત હતા. તેમણે મહારાજશ્રીને વિનતિ કરી કે આ પ્રતિષ્ઠાના મહત્સવમાં તેર દિવસની નવકારશી તથા અષ્ટોત્તરી સ્નાત્ર વગેરેને લાભ મને મળવું જોઈએ. મારાં અહોભાગ્ય કે મારી લાગીને આવાં ધર્મઉદ્યોતના કાર્યોમાં સદુઉપયોગ થશે. ડાહ્યાભાઈની ભાવના તે ઘણું જ ઉંચી હતી પણ બીજા ભાઈઓને પણ લાભ મળવો જોઈએ તે દ્રષ્ટિએ શ્રી શ્રી ડાહ્યાભાઈને ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com