________________
શ્રી મેહનલાલજી જૈન-જ્ઞાનમંદિર
: ૯૭
જડાવવા માટે રૂા. ૨૦૦૦) રંગ રેગાનમાં રૂ. ૧૫૦૦) કબાટમાં રૂા. ૭૦૦૦) વગેરે ખર્ચાયા અને શ્રી મોહનલાલજી જૈન જ્ઞાન ભંડાર સર્વાગ સુંદર જ્ઞાન મંદિર થયું. આજે પણ એ જ્ઞાનભંડારને લાભ સાધુ-સાધ્વી, વિદ્વાને, અભ્યાસીઓ ખૂબ સારી રીતે લઈ રહ્યા છે.
જ્ઞાન ભંડારની સુવ્યવસ્થા થઈ ગયા પછી સાધુ સાધ્વીના અભ્યાસ માટે પંડિતની વ્યવસ્થા આપણુ ચરિત્રનાયકના ઉપદેશથી કરવામાં આવી. આ ઉપરાંત બાળક બાલિકાઓના અભ્યાસ માટે ધાર્મિક શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી. આ રીતે શ્રી મેહનલાલજી જૈન પાઠશાળાની સ્થાપના પણ કરવામાં આવી.
સુરતથી વિહાર કરી પન્યાસજી મહારાજ વલસાડ પધાયાં. વલસાડના સંઘના આગ્રહથી સં. ૧૯૭૮ નું ત્રીસમું ચાતુર્માસ વલસાડમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરી બીલીમોરા, જમાલપુર, સુરત, ભરૂચ, જબુસર, કાવી થઈને પન્યાસજી મહારાજ શ્રી દ્વિમુનિજીએ સં. ૧૯૭૯ નું એકત્રીશમું ચાતુમસ ખંભાતમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરી બેરસદ, વાસદ, વડોદરા, મીયાગામ, જગડીયા, માંગરોળ, તડકેશ્વર, બહુધાન થઈને પન્યાસજી મહારાજ કડાદ પધાર્યા. સંવત ૧૯૮૦નું બત્રીસમું ચાતુર્માસ કડાદમાં કર્યું. પન્યાસજી મહારાજના ઉપદેશથી આ માસમાં કડાદમાં ઉપધાન શરૂ થયાં. ઉપધાન સમાપ્તિના સમયે અઠ્ઠાઈ મહેત્સવ, શાતિસ્નાત્ર તથા સંઘજમણ વિગેરે આનંદપૂર્વક થયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com