________________
ઉપકારની પરંપરા
: ૭૧ : મહારાજશ્રીની વચનસિદ્ધિામાં બધાને વિશ્વાસ હતે. બધાને ખૂબ સંતોષ થયે. કુરાના શ્રી સંઘે સનાત્ર ભણાવી. રથયાત્રાને વરડો પૂબ ઉત્સાહપૂર્વક કાઢી આખા ગામમાં ફેરવ્યો. જયાં વડે પાછા આવ્યું કે તુરત જ્યાં રેતીના ગેટે ગેટ ઉડી રહ્યા હતા ત્યાં મૂશળધાર વરસાદ વરસ્યો, પાણીની રેલમછેલ થઈ રહી, તળાવમાં પાણી ભરાયાં. કુરાના તમામ લેખકોમાં આનંદ આનંદ થઈ રહ્યો. લેકે તે કહેવા લાગ્યા કે જૈનોના ભગવાન હાજરાહજૂર છે. આ મહાત્માએ તે ચમત્કાર કર્યો. વરસાદની આશા જ નહતી અને મૂશળધાર વરસાદ થવાથી લોકોને શાંતિ થઈ.
કચેરામાં પન્યાસજી મહારાજે એક પછી એક અનેક ઉપકાર કર્યો તે ચિરસ્મરણીય રહેશે. કુચેરામાં ૩૦ ઘર સ્થાનકવાસી થઈ ગયા હતા તે બધાને ઉપદેશ આપી મૂર્તિપૂજક બનાવ્યા અને ધર્મમાં દ્રઢ બનાવ્યા.
પણ પ્રસંગે માથા સુધી હે
કર કરી.
કુચેરામાં એસવાળામાં એક રિવાજ એ હતો કે સારા માઠા કેઈપણ પ્રસંગે જમણવાર થાય તે રાત્રે જ થતું. જમણ કરનારને તે રાત્રિના બે વાગ્યા સુધી હેરાન થવું પડતું. મહારાજશ્રીએ આ વિષે વારંવાર વ્યાખ્યાનમાં ટકોર કરી. રાત્રિભેજનથી થતા ગેરલાભ જણાવ્યા. તેમજ જૈનધર્મ પાળનારા આપણાથી કઈ પણ પ્રસંગે રાત્રે જમણવાર રાખી જ ન શકાય. તેનાથી કેટલા દેાષ લાગે? આ વાત બધાના હૃદયમાં ઉતરી અને તે દિવસથી જમણવાર રાત્રિના રાખવાનું બંધ કરવામાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com