________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
' અર્થાત્ “હમેશા સ્નાત્ર પૂર્વક પૂજા કરવી અને વિશેષતાથી સ્નાત્ર પૂર્વક પર્વના વિષે પૂજા કરવી? આમ લખીને તેમણે સિદ્ધ કરવું છે કે હેમચંદ્રાચાર્ય મ. રોજ સ્નાન પૂજા કરવાની વાત મૂળમાં ન લખી શકયા. પણ ટીકામાં લખવી પડી પણ છતાં ય ૫. કલ્યાણવિજ્યજીને સ્વકલ્પિત ધબડકાઓ કરવાની આ અનોખી ટેવ પડી છે. હજી આગળનો તેમને ધબડકો જોશો તો તેમની શોધખોળની બુદ્ધિ પર આફરીન થઈ જવાના.
આમ તો તેમનું પ્રકરણ પૂર્ણ થઈ જાય છે. આગળ અમે જે બે જવાબ આપીએ છીએ તે ન આપીએ તો પણ ચાલે તેમ છે. છતાં અમે વાચકોની સામે એ દષ્ટિબિંદુ પણ અત્યંત સઘન બનાવવા ઈચ્છીએ છીએ કે ૫. કલ્યાણવિજય મ. આ વિષયમાં ઘણે અન્યાય કર્યો છે.
તેઓ પૃ.૩૩ પર લખે છે કે “આ નિત્ય સનાત્રનો ચાર વધતો જોઈ કોઈ કોઈ આચાર્યોએ એને વિરોધ પણ ર્યો, છતાં તેમના વિરોધને નીચેની યુક્તિઓથી દબાવી દીધે. તેમના પ્રચારકોની યુતિ એ હતી કે 'जह मिम्मय पडिमाणं, पूआ पुप्फाइएहिं खलु उचिया । कणगाइ निम्मियाणं उचियतमा मज्जणाई वि॥
અર્થાત જેમ મૃન્મય પ્રતિમાની પૂજા પુષ્પાદિવડે કરવી ઉચિત છે તેમ સુવર્ણાદિ નિર્મિત પ્રતિમાઓની સ્નાનાદિ પૂજા ઉચિતતમ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com