________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
કરવામાં જે સખત લપડાક ખાધી છે તે વાત તો હજી અમે આગળ કહેવાના છીએ. કઈ પણ વાચક! તેને વાંચીને ખુશ થયા વિના નહી રહે! તેમણે પોતે જ લખ્યું છે. પૃ.૮,
નમન અને સતવનમાંથી ધીરે ધીરે પ ચાવી તેમજ અષ્ટોપચાર પૂજાનો પ્રાદુર્ભાવ થયો અને અસંખ્યકાળ પયત એ બન્ને પ્રકારની પૂજાએ પોતાના સાદા અને સરલરૂ૫માં ચાલતી રહી” આ વાત લખીને અષ્ટપ્રકારી પૂજાને અસખ્યાત કાલથી માની છે.
પચકારીમાં સુગંધિચૂર્ણ પુષ્પમાળા, ધૂપ, અક્ષત અને દીપ, પાંચ પ્રકારમાં ફેલ નૈવેદ્ય અને જલ આ ત્રણ પ્રકારો વધ્યા એટલે અષ્ટ પ્રકારી થઈ આમ જલ પૂજા તો તેમને અસંખ્યાત કાલની અને નિત્ય થતી માનવી પડી છે. અષ્ટ પ્રકારી પૂજાના આ સિવાયના આઠ પ્રકારો તેઓ કલ્પી શકે તેમ હતું જ નહિ માટે આ જ આઠ પ્રકાર તેમને માન્ય રાખવા પડ્યાં. પણ આ આઠ પ્રકારને માન્ય રાખતાં તેમને થયું કે આ જલ પૂજાએ જ અત્યારની સ્નાન પૂજા હુવણ પૂજા તો નહીં હોય ને ? જે આ જલ પૂજા જ હવણ પૂજા તરીકે સિદ્ધ થાય તો આ આખી ચોપડીનો આધાર સડેલા વાંસ ઉપર ઊભા કરેલા મકાનની માફક તૂટી જાય. ૫. કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com