________________
પ્રકાશકીય
તીર્થપ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય વિક્રમ સૂરીશ્વરજી મહારાજા અમારા પરમ ઉપકારી મહાન ગુરુદેવ છે.
આપશ્ર પરમ ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંત સમાન પરમ જૈનાચાર્ય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધિસૂરીશ્વરજી મ. ના પરમકૃપાપાત્ર તથા ભારતભરમાં પ્રસિદ્ધિને પામેલા પનોતા શિષ્ય છે.
તેઓની બહુમુખી વિદ્વત્તા ગીતાર્થતા અને શાસ્ત્ર રસિકતા આજના જૈન હવેતાંબર મૂર્તિપૂજક સધના ૌરવસમી છે.
આજના પૂ. ગુરુદેવના સંયમ આરાધનાના અર્ધશતાબ્દિ મહોત્સવના સમયે પૂજ્યશ્રીના કરકમલથી આલેખાયેલ આ પુસ્તક શ્રી કુપાકજી જેવા તીર્થમાં પ્રસિધ્ધ કરતા અમે પરમ ગૌરવ અનુભવીએ છીએ. ગુરુકૃપાનું આંશિક પણ ચુકવતા કૃતાર્થતા અનુભવીએ છીએ.
આ પુસ્તિકાનો સમસ્ત વિષય સામાન્યજનની સમજમાં આવે તેવું નથી છતાં ય આ અતીવ અગત્યના હેતુ માટે લખાયેલ પુસ્તિક જૈન સિધાંતના માર્મિક સંદોહનથી પ્રાપ્ત પૂજ્ય ગુરુદેવની સમૃદ્ધિની અભિવ્યક્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com