________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
૧૨૦
અનેક કાર્યો નિત્ય નાનની પાછળ વયાં એટલે પગારદાર નોકરે રાખવાની આવશ્યકતા ઉભી થઈ.
આ વાત બેહુદી છે સાચું કારણ તે ભકિત ભાવનાની ખામી જ છે. જે ક્ષેત્રના શ્રાવકમાં ભક્તિભાવના કાયમ રહી છે તેવાં સ્થળે શ્રાવક-શ્રાવિકાઓ પગારદારો પાસે કામ નહીં કરાવતાં સ્વય સેવા ઉઠાવતાં આજે પણ નજરે પડે છે. ખંભાત વિગેરે ગામે અનેક દેરાસરે એવાં છે કે જેની એવા બાવકોનુ મડળ ઉડાવે છે પણ પગારદાર ગોઠીએ, રાખતાં નથી. માત્ર જેઓએ અવળું અવળું લખીને જેઓની શ્રદ્ધા ઉઠાવી દીધી હોય તેઓ પગારદાર પાસે કામ લેતાં થયાં હોય તેથી નિત્યસ્નાનને કારણે માનવું અનુચિત છે.
છઠ્ઠા મુદ્દામાં તેઓ પરિકરની અલ્પતામાં નિત્યસ્નાત્રને આગળ કરે છે તે પણ ખોટું છે. એમાં કારણ તે પરિકર સહિતજ મૂર્તિઓ હોવી જોઈએ તેવા પ્રકારના નિયમને અભાવ છે વળી –
પરિણાને પૂજા કરનાર તેમજ ચૈત્યવંદન કરનાર ને અવસ્થાઓની ભાવનાનાં પ્રતીકે ખલાસ થયાં.
– પૃ. ૫૪, પં. ૪
આ લખાણ બરાબર નથી. કેમ કે પરિકર ન હોય તે પણ અવસ્થાઓ જ ભાવનાનાં પ્રતીક હોઈ શકે છે તે આપણે વિચારી ગયાં છીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com