________________
ચુકી જાય. માટે આ આશાતનાથી બચવા સારૂ ઘણી સંભાળ રાખવાની જરૂર છે. ગુરૂવંદનના સંબંધમાં પણ આ આશાતના તજવા ચોગ્ય છે. એ પ્રમાણે ચેથી પ્રણિધાન આશાતનાનું સ્વરૂપ કહેવાયું.
પાંચમી અનુચિત્તવૃત્તિ આશાતનાનું સ્વરૂપ જણાવે છે. 'विकहाधरणयदाणं,
कलहविवोवाइ गेहकिरियाउ। अणुचियवित्ति सव्वा, __परिहिरियव्वा जिणगिहभिम ॥'
વિકથા કરવી, ધરણું ઘાલીને બેસવું, કલહવિવાદાદિ કરવા તેમજ ક્રિયાઓ (ઘરનાં કામકાજ) કરવી, એ સર્વે અનુચિત આશાતના કહેવાય છે. તે શ્રી જિનમંદિરમાં વર્જવી. ધર્મચર્ચાથી અનભિન્ન માણસે તે દહેરામાં બેસીને તડાકાજ મારે છે. તે વિકથારૂપજ છે-તે તો સર્વથા વર્ષ છે.”
માત્ર ધર્મચર્ચા સિવાય બીજી કશી વાતચીત શ્રી જિનમંદિરમા કરી શકાય નહિ. કેટલાક માણસે બેસે છે તે ધર્મચર્ચા કરવા, પણ તેમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com