________________
“પાંચ પ્રકારના જિનચૈત્ય જાણવાં. ભકિતચૈત્ય, મંગલચત્ય, નિશ્રાકૃતચૈત્ય અનિશ્રાકૃતત્ય અને શાશ્વત્ય. ગૃહસ્થો હંમેશાં પૂજાને માટે પિતાના ઘરમાં આશાતના ન થાય તેવી રીતે ઘરના એક ભાગમાં જિનપ્રતિમાને સ્થાપન કરીને પૂજા વિગેરે કરે તે ભકિતત્ય જાણવું. મંગલચૈત્ય કેને કહેવું? ઘરના બારણાની બારસાખ ઉપરના મધ્ય ભાગમાં જિનપ્રતિમા સ્થાપન કરવી તે મંગલત્ય જાણવું. નિશ્રાતત્ય કોને કહેવું? તે ગચ્છને આશ્રિને કરવામાં આવેલું હોય તે નિશ્રાકત જિનચૈત્ય જાણવું. જે જિનમંદિરમાં સર્વ ગ૭વાળા જેનો જઈ શકે છે તે અનિશ્રાકત જિનમદિર જાણવું. અને શાશ્વત ચિત્ય તે પ્રસિદ્ધજ છે નંદીશ્વર વિગેરે સ્થાનોમાં.”
ચૈત્યવંદન મહાભાષ્યમાં આશાતનાના પાંચ પ્રકાર જણાવેલાં છે. " असायणा अवन्ना अणायरो, भोग दुप्पणीहाणं । अणुचियवित्ति सव्वा, वज्जेयव्वा पयत्तेणं ॥"
“આ પાંચ પ્રકારની આશાતનાના નામે કહે છે. અવજ્ઞા આશાતના, અનાદર આશાતના, ભેગ આશાતના, દુપ્રણિધ્યાન આશાતના અને અનુચિત્તવૃત્તિ આશાતના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com