________________
નેત્રાદિકથી હીન, ઉચી દૃષ્ટિવાળી, નીચી દ્રષ્ટિવાળી, અઘમુખવાળી અને ભયંકર મુખવાળી પ્રતિમાં દેખનારને શાંત ભાવ નહીં ઉત્પન્ન કરનારી, તેમજ સ્વામીને નાશ, રાજાદિકને ભય, દ્રવ્યનો નાશ અને શેક–સંતાય આદિ અશુભને સૂચવનારી હોવાથી, તે ભવ્યાત્માઓને અપૂજનિક જણાવેલી છે. ચોક્ત ઉચિત અંગને ધરનારી, શાંત દ્રષ્ટિવાળી જિનપ્રતિમા સુંદર ભાવને ઉત્પન્ન કરનારી, શાંતિ અને સૌભાગ્યની વૃદ્ધિ કરવા વિગેરે શુભ અર્થને આપનારી હોવાથી હિંમેશાં પૂજનીય કહેલી છે.
ઘર-દહેરાસરમાં ગૃહસ્થાએ કેવી રીતે પ્રતિમા પૂજવી જોઈએ? અગાઉ જણાવેલા દોષથી રહિત, એકથી લઈ અગીયાર આંગળ સુધી માનવાળી, પરિકર સહિત એટલે અષ્ટમહાપ્રાતિહાર્ય સહિત, સુવર્ણ, રૂપું, રત્ન અને પિત્તલાદિ ધાતુમય સર્વ અંગે સુંદર એવી જિનપ્રતિમા ગૃહસ્થોએ ઘરદહેરાસરમાં પધરાવીને પૂજા-ભક્તિ કરવી જોઈએ, શાસ્ત્રમાં કહ્યું છે કે – 'समयावलिसूताओ लेबोरल कदंत लोहाणं । परिवारमाणरहियं घरंमि नहु पूपए बिवं ॥'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com