________________
સારામાં સારું ચારિત્ર પાળવું હોય તે મનને સંગથી રહિત કરવું જોઈએ
એ માટે એમ સમજી લેવું જોઈએ કે જગતને માટે હું મરી પર -
વાય છું અને મારે માટે જગત મરી ગયું છે. વિષયોની દસ્તી ન મુકાતી હોય તે પણ એની રટના જરૂર મુકી દેજો,
એ સંસ્કાર ભયંકર નુકશાન કરશે. મનુષ્ય જીવન એ ખેડુતનું જીવન છે દેવભવ એ શાહુકારનું જીવન છે.
શાહુકાર પાક ખાઈ જાય છે. ખેડુત બીજ વાવનાર બીજ વાવવાના કાળે જે ખેડુત પુર્વના પાક રૂપી બીજને ખાઈ જ નાખે તો શી દશા થાય? ઘણા આજે કહે છે કે પુણ્યથી મળ્યું છે તે શા માટે ન ભોગવવું ? પણ બીજ પુણ્યથી મળેલું છે એમ માની ખેડુત જો
મળેલું બીજ ભોગવી નાખે તે શી સ્થિતિ થાય એ વિચારજે, પાપી આત્માએ નકકી કરી રાખ્યું છે કે પાપ વગર જીવી ન શકાય-ધર્મી - આત્માને એમ લાગે છે કે ધર્મ વગર ન જવાય. બન્નેની દિશા
જુદી છે. પાપી આત્માના ધામેશ્વાસમાં પાપ રમે છે. ધમી આત્માના શ્વાસ
શ્વાસમાં ધમ ગુંજે છે. જનશાસનમાં ગુન્હેગારોને પણ તરવાના માર્ગ છે પરંતુ કયારે ? જેટલા
જેમ હોંશ અને પરાક્રમથી ગુન્હો કર્યો છે તેટલાજ જેમ હોશ અને
પરાક્રમથી ધર્મ પુરૂષાર્થ કરે તોકષાયની સહાયથી વિષયી જીવે છે અને વિપયા ખાતર જગતની અથડા
મણમાં જીવ પડે છે. જીવન જીવવા માટે ઘર, પેઢી વ્યાપાર બધું રાખ્યું હોય, પણ શકય એટલું કષાયોની સહાય વિનાનું જીવન જીવાય તે સંસાર કપાતા જાય અને આત્મા નિર્મળ બનતે મોક્ષની નિકટ
પહોંચતા જાય. નષ્ટ થએલી વસ્તુ ઉપરના રાગ પણ છોડવો મુશ્કેલ છે તો આંખ સામે
આવતા ઢગલા બંધ વિષયોને રાગ કેવી રીતે છુટશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com