________________
પ્રભુના નામને પ્રભાવ – પણ આ જુઓ કે કેવળ પરમામાના એક નામસ્મરણ માત્રને એવો પ્રભાવ છે કે શાસ્ત્રોથી એ વાત જાણવામાં આવે છે કે શ્રી પાર્શ્વકુમારે આપેલા “નમો અરિહંતાણું” શબ્દ પર સંપ માત્ર મરવાના સમયે ધ્યાન સ્થિર કર્યું છે તેથી તે સર્પ કાળ કરીને નાગરાજ ધરણેન્દ્ર બન્યું. જ્યારે પ્રભુના નામ સમરણને આવો રૂડે પ્રભાવ પ્રવર્તી છે, ત્યારે તેમની સેવાભકિત, વિગેરેની તે વાત જ શી કરવી ?
પ્રભુપ્રેમ-શ્રદ્ધા-પૂજા વિગેરેનું સુંદર દૃષ્ટાન –
પ્રભુ પર પ્રેમ કરતા કરતા કૃષ્ણ અને શ્રી મુક રાજાએ અનંતકાળ રહે એવું મહાન સાયિકસમકિત અને તીર્થકર નામકર્મ ઉપજયું ! શ્રાવિકા સુલસી પણ એમજ તીર્થંકર બનવાના અધિકારને મેળવી ચૂકી ! પ્રભુની ઉપર શ્રદ્ધા રાખવાથી કુતરી મરીને દેવ થઈ! પાપ ચંડકાશિક સં૫ પણ પ્રભુના દર્શનથી મહાસમતાધારી બનીને સ્વર્ગમાં ચાલ્યો ગયો! પ્રભુની પુષ-પૂજાની ભકિત કરતાં કરતાં મહાનુભાવ નાગક્તિને લેકાલેકને દેખાડનારું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ! અક્ષતપૂજાની ભકિતથી કીરયુગલ દેવ બની ગયું! દેવપાળ વિગેરે પ્રભુ ભકિત કરવાથી તીર્થ કર નામકર્મ પામી ગયા. રાજા દશાણુભક ફક્ત શ્રીવીર પ્રભુને આડ બરપૂર્વક વંદન કરવા જતા હતા, પણ ઈન્દ્રને અતિશય આઈબર દેખેને પ્રભુ ભક્તિથી ખૂબ આકર્ષાયો અને ત્યાંને ત્યાં જ એણે સંસારને ત્યાંગ કરીને મુનિ બનવાપૂર્વક પ્રભુને વંદન કર્યું, ત્યારે ઈન્દ્રને દશાર્ણભક મુનિના ચરણકમલમાં પડવું પડ્યું. અહે! પરમાત્માની કેવી અદ્ભુત ભક્તિ! જીવનને પ્રભુની આજ્ઞાને આધીન બનાવી અનેક આત્માઓ સિદ્ધ બુધ્ધ મુકત થઈ ચૂક્યા છે.
કુસંસ્કારના નાશમાં સમર્થ પ્રભુભકિત – પ્રભુભકિતને લાભ ખરેખર અવર્ણનીય છે. અનાદિકાળથી આમ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com