________________
(૩૩)
સૂતિકર્મ સદા દિકુમારીઓ કરે છે. સૂતિકર્મ કરવાને તેઓને શાશ્વતિક આચાર છે. અને દેવીઓ સૂતિકર્મ કરે એટલે પછી પૂછવું જ શું? પ્રભુના પ્રબળ પુણ્યથી સર્વ પ્રકારે વિના પરિશ્રમે શ્રેષ્ઠ અનુકૂળતા સર્જાઈ જાય છે. દિકમારીઓ આવીને માતા પુત્રને અર્થાત પ્રભુની માતાને તથા પ્રભુને નમસ્કાર કરે છે. અને ખુબ જ આનંદને ધારણ કરે છે. આઠ કુમારીકાઓ ભગવાનના સૂતિગૃહથી એક જોજન પ્રમાણુ ભૂમિ પર સુગંધીદાર પાણીની વૃષ્ટિ કરે છે. આઠ દિકુમારીકાઓ સ્નાત્રજળના કળશ ભરી ઉભી રહે છે અને ગાન તાન કરે છે. બીજી આઠ દિકકુમારી કાઓ દર્પણ લઈ ઉભી રહે છે, ત્યારે આઠ દેવીઓ ચામર ધારણ કરે છે, અને આઠ કુમારિકાઓ પંખા લઈ ઉભી રહે છે. ચાર કુમારીઓ રાખડી લઈ ઉભી રહે છે. ચાર કુમારીઓ હાથમાં દીપક લઈ ઉભી રહે છે. દિકુમારીએ નાળ છેદીને તેને ખાડામાં નાખે છે. અને વિર્ય રત્નથી પૂરીને ઉપર એક પીઠ બનાવે છે. પ્રભુના જન્મગૃહથી ઉત્તર, પૂર્વ તથા દક્ષિણ દિશામાં ત્રણ કદલીના ઘર બનાવે છે. એમાં માતા તથા પુત્રને લાવે છે. દક્ષિણ દિશાના કદલી ગ્રહમાં બન્નેના શરીર પર બહુ કિંમતી પદાર્થોવાળા સુગંધી તેલનું મર્દન કરે છે. પૂર્વ દિશાના કદલી ગૃહમાં નિર્મલ સુગંધીદાર પાણીથી સ્નાન કરાવે છે. પુષ્પોથી પૂજે છે. સુંદર વસ્ત્રો તથા અલંકાર પહેરાવે છે, અને ઉત્તર દિશાના ગૃહમાં ચંદનના લાકડાથી અગ્નિ પ્રગટાવીને હોમ કરે છે, અને હાથે ક્ષા પિટલીને રાખડી) બાંધે છે તથા અંતરના આશીર્વાદ આપતાં માતાને નમસ્કાર કરી હર્ષમાં બેલી ઉઠે છે કે, આપના બાળ અને જગતના સ્વામી પ્રભુ મેરૂ, ચંદ્ર અને રવિ સમાન ચિરંજીવ બનો. મેરૂ પર્વત શાશ્વત છે, સય અને ચંદ્રના વિમાન પણ શાશ્વત છે. પ્રભુ પણ તેવા દીધયુષી બને, એમ ગુણગાન કરતી કરતી માતાને તથા પ્રભુને મૂળ ઘરમાં મૂકી,નમસ્કાર કરીને દિકકમારીકાઓ પિતાના સ્થાને ચાલી જાય છે. કુમારીકાનો ઉત્સવ પૂર્ણ થયા બાદ ઇન્દ્રનાં સિંહાસન ડોલાયમાન થાય છે, છપ્પન દિકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com