SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) જાઇ જુઈ વિગેરે સુગંધીદાર પુથી શોભતી, પુના પરિમલથી દશે દિશાઓને સુવાસિત કરતી, ભમરા ભમરીઓના ગુંજારવથી યુક્ત ફુલની માળાને; છઠ્ઠામાં સમુફીણ કે કંદપુષ્પ જેવા સફેદ વર્ણવાળો, અંધકારને નાશ કરનાર અને ચંદ્રવિકાસીકમળને વિકસાવનાર પૂર્ણ ચંદ્રને, સાતમામાં તેજસ્વી સૂર્યવિકાસી કમળોને વિકસાવતા, પિોપટના મુખ્ય સમાન લાલ વર્ણધી મંડિત, મેરુપર્વતની આસપાસ સતત પ્રદક્ષિણા દેનાર દર્શનીય એવા ઉગતા સૂર્યને; આઠમામાં સુવર્ણ દડની ટોચે રહેલી, મેરના પ વાળી. સિંહના ચિન્હયુકત, પવનથી ચાલતી અને અતિશય મોટી એવી ધજાને નવમામાં નિર્મળ પાણીથી ભરેલા, કમળના સમુહથી શોભતા, નયનને આનંદ ઉપજાવતા, વિવિધ પુષ્પની માળાઓથી દર્શનીય એવા રૂપાના મેટા કળશને; દશમામાં ઉગતા સૂર્યના કિરણથી થયેલા લાલ પીળા પાણીને ધારણ કરનાર, ગુંજારવ કરતા અનેક ભમરાઓવાળા વિવિધ કમળથી વિરાજિત કલહંસ, સારસ, વિગેરે પક્ષીઓથી લેવાયેલા પદ્મ સવરને અગીયારમા સ્વપ્નામાં ચારે દિશાઓમાં વધતા જતા પાવાળા, મોટા મગરમચ્છ, તથા બીજા અનેક જળચરેના પુછો પાણીમાં પછડાવાથી સફેદ ફીણવાળા, પાણીના આવર્તયુક્ત ક્ષીર સમુદ્રને; બારમામાં હરણ, બળદ, ઘેડ, પક્ષી, હાથી, વિગેરેના ચિત્રોથી શોભતું, ગંધના વાજિંત્રના નાદવાળું, દેવદુદુ ભિના શબ્દથી સકળ લેકને પુરનારૂં કાલાગસ વિગેરે ધૂપથી મઘમઘાયમાન સુન્ધવાળું અને દિવ્ય કાન્તિવાળા સુરવરેથી રમણીય વિમાનને (વેલકમાંથી આવતા તીર્થકરની માતા વિમાનને જુએ છે, જ્યારે નરકમાંથી આવતા તીર્થકરની માતા ભવનને જુએ છે.) તેરમામાં પ્રવાલ-ફિટિક, મરકત, ચંદ્રકાન્ત વિગેરે રત્નોથી સુશોભિત, ગગનમંડળને પ્રકાશિત કરતા ઉંચા એવા રત્નના રાશિને, અને ચૌદમામાં મધુ અને ધતથી સિંચાયેલી જવાળાથી દેદીપ્યમાન, અતિશય વેગવાન, ધૂમવિનાના અગ્નિને, એમ ચૌદ મહાસ્વપ્નને જુએ છે, અને ખૂબ આનન્દને અનુભવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy