________________
(૨૪) તીર્થકરની માતાએ જોયેલા ચૌદ મહાસ્વપ્ન.
પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પઈડ્રો; બીજે કેસરીસિંહ, ચેાથે લક્ષ્મી અબીહ ૧ પાંચમે કુલની માળા, છ ચંદ્ર વિશાળા, રવિ રાતે ધ્વજ માટે, પૂરણ કળશ નહિ છે. ૨ દશમે પદ્મ સરોવર, અગીયારમે રત્નાકર ભુવન વિમાન રત્નગંજ, અગ્નિશિખા ધૂમાવજી. ૩ સ્વનિ લહી જઈ રાયને ભાષે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થ કર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે. 4
અજોડ પ્રભાવ છે. અધ્યાત્મયોગી, પરોપકાર-વ્યસની અને પ્રબળ પુણ્ય વંતા તીર્થકરના જીવનને પ્રભાવ અને માહાભ્યનું બહાસ્પતિ પણ વર્ણન કરવા માટે અસમર્થ છે.
પ્રભુની માતા પ્રથમ સ્થાનમાં ચાર દાંતવાળા, ક્ષીરસમુદ્રના ફીણ સમાન સફેદવર્ણવાળા, ગંભીર અવાજને કરનારા, લક્ષણોપેત સુંદર હાથીને જુએ છે. બીજા સ્વપ્નમાં મનેહરખાંધવાળા, સુકુમાળરેમરાજીને ધારણ કરનારા, લષ્ટપુષ્ટ અને સુરચિત અંગથી સુશોભિત, અપરિમિત મંગળના ધારભૂત બળદને દેખે છે. ત્રીજામાં ચાંદીના પર્વતની માફક સફેદ, ગોળ, પુષ્ટ અને તીક્ષ્ણ દાઢાવાળા, વિમલ ચક્ષુથી વિરાજિત, મૃદુ અને સૂક્ષ્મ કેશવાળીને ધારણ કરનારા, સૌમ્યમુદ્રાયુક્ત, પિતાના મુખમાં પ્રવેશ કરતા એવા સિંહને; ચેથામાં પૂર્ણચંદ્ર જેવા મુખવાળી, કમળ જેવા નયનવાળી, હિમવંત પર્વતના શિખર પર પદ્મદ્રહ સરોવરના કમળ પર રહેનારી, પ્રમાણપત અને મનહર અંગથી દીપતી, હાથી
એની સૂઢદ્વારા અભિષેક કરાતી શ્રીદેવીને, પાંચમામાં મગરે, ચંપક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com