________________
શ્રી ઋષભદેવ પ્રભુને કુસુમાંજલિનું સમર્પણ - નિમલ જલ કળશે નહવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે,
કુસુમાંજલિ મેલે આદિજિર્ણદા જસુ ચરણકમળ સેવે ચેસઠ ઈંદ્રા કુસુમાંજલિ સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી,
આતમ નિર્મળ હુઈ સુકુમાળી કુલ ૪
થી આ રીતે અભિષેક કરાતા એવા આપ, હે પ્રભુ! જેવાયા છે. ધન્યવાદ એટલાજ માટે કે એ ઉત્સવથી સન્માન કરાતા એવા પ્રભુના દર્શન કરવા માત્રથી જન્મ કૃતાર્થ થાય છે, અને આત્મા બધિબીજને પણ પામી જાય છે. પ્રભુનું દર્શન આત્મદર્શનની જ્યોતિને ઝડપથી પ્રગટાવનારૂં છે, પણ એ ક્યારે બને ? જીવનમાં દર્શન કરવાની અદ્દભૂત કળા શીખી લેવાય ત્યારે. પરમાત્માના અભિષેક વખતે મેરૂપર્વત પર દેવ અને દેવેન્દ્રો જન્માભિષેક ઉજવી રહ્યા છે એ ચિતાર આંખ સામે ખડે કરવાને, અને તે સમયે પ્રભુનાં દર્શન કરનાર ખરેખર ધન્યને પાત્ર છે તે ભાવ પ્રગટ કરવાને. ઉપરનું દશ્ય અને ભાવ પ્રગટ કરવાથી આત્મામાં પ્રભુની બહુમાનપૂર્વકની ઉંચી સેવા કરવામાં પ્રબલ જેમ અને ઉત્સાહ મળી શકે છે. અહે મારા પ્રભુજી કેટલા સર્વોત્તમ અને મહા ગુણયલ! દેવો જેના ચરણે કે એવા દેવેન્દ્રો પણ અદના સેવક બની, પરમાત્માની સેવાના ખૂબ ખૂબ રસિયા બને છે, અને ભક્તિરસની આનંદપ્રદ ધૂન જગાડે છે.
સુરે તથા અસુરે તીર્થંકર પ્રભુને નિર્મળ પાણીથી ભરેલા કળશ વડે અભિષેક કરે છે, પછી અમૂલ્ય વસ્ત્ર પ્રભુના અંગે ૫ રાવે છે. એવા આદીશ્વર પ્રભુને કુસુમાંજલિ ચઢાવે. સિધ્ધ પરમાત્માની સમાન અનંતજ્ઞાનદર્શનાદિના ઉજજવલ સ્વરૂપને ધારણ કરનારા જે પ્રભુજીને અંગે જળનો અભિષેક કરીને સ્વાત્મા સારે કેમળ અને નિર્મળ બને છે એવા આદીશ્વર પ્રભુને કુસુમાંજલિ અર્પે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com