________________
[૨૯ ] ગુરૂવર જિતવિજયજી પાસે શાસ્ત્રનો ગ્ય અભ્યાસ કર્યો બાદ જન્મભૂમિમાં દિક્ષા સંબંધી મહોત્સવનો લાભ મેળવી શ્રી પાલીતાણામાં વયોવૃદ્ધ આચાર્યદેવ વિજયસિદ્ધિસૂરિશ્વરજી પાસે દિક્ષા ગ્રહણ કરી. સ. ૧૯૬૧ અહિં આડિસરમાં ૮ આઠ જણે ચેણુવ્રત ગ્રહણ કર્યું, તપસ્યા પણ સારી થઈ હતી, જેથી સ્વામીવત્સલાદિ સારા થાય એ પણ પુણ્યનોજ અંકૂર ફૂટતે જાણો. હવે આડિસરથી વિહાર કરી નિજ પQિારના સાથે ભીમાસર આવ્યા, ને ત્યાંથી લાકડિયા ગામે ગુરૂ પધાર્યા ને ત્યાં કેટલાકને ચેથાવતની બાધા કરાવી, અને કેટલાકને યોગ્ય ગ્ય વ્રત પચ્ચખાણ કરાવ્યાં. અહીં ગુરૂવર્ય જિતવિજયજી મહારાજને બહારના સંઘ લોકો વંદનાથે આવ્યાથી દેવદ્રવ્યમાં અને જીવદયામાં છ હજાર કેરીની લગભગ ઉપજ થઈ હતી. ૩૮ મું ચેમાસુ લાકધયામાં સં. ૧૯૬૨ માં કર્યું. પછી વિહાર કરીને “ભીમાસર પધાર્યા, ત્યાં માગશર શુદિ ૧૫ ના દિને “ચંદુરા કાનજી નાનચંદને દિક્ષા આપી ” કાંતિવિજયજી નામ રાખ્યું. અને “ડુંગરભાઈ કસ્તૂરને પણ આપી” ને “હરખવિજયજી” નામ પાયું. સમય થતા કાંતિવિજયનું નામ “કનકવિજયજી” રાખ્યું. જિતવિજયજી મહારાજના બંધની અસર કે અપૂર્વજ છે !!
ગુરૂપ્રભાવને આંબેડામાં ચમત્કાર.
ભીમાસરમાં દિક્ષા મહોત્સવ ઉજવાવીને શ્રીમાન ગુરૂવર્ય જિતવિજયજી નવા સાધુ વિગેરેને લઈ વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com