________________
[૧૦] અને ભાવસંયમ લમિને ધારણ કરનાર જયમલને શ્રી શાંતિનાથ પ્રત્યે ભારે આસ્થા અંતરાત્મામાં પ્રકાશી નીકળી. કયારે અંધત્વ દૂર થાય અને કયારે દિક્ષા ગ્રહણ કરૂં એજ ઝંખના હતી. ઉચ્ચ ગતિને જીવ અને નિકટ ભવિ આત્મા ઉદય આવતા દુઃખને દમત અને તપવડે બાળતે પોતાના નિશ્ચયમાં આગળ વધતો જ જાય છે. પાછી પાની કરતેજ નથી. તેમ આપણા ચરિત્રનાયક ભાવી જીતવિજયદાદાને ગૃહસ્થપણામાં અંધાપા જેવા મહારોગને અંત આવ્યે. એ અધિષ્ઠાયિક દેવના દર્શનપૂર્વક સુખ દેખીશ એ અવાજ થયો. ધન્ય છે, અભિગ્રહ લઈને ટેકથી પાળનારા જીને! પૂર્વે એટલે શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેસંબી નગરીના ધનાઢય શ્રાવક શ્રેષ્ઠી પુત્રી અનાથી ને જયમલનીજ પેઠે અકસ્માત દુઃસાધ્ય વ્યાધિ થયે. અનેક ઉપાયે લેતાં ન મટ. એટલે દઢધમ અનાથીએ ચિંતવ્યું કે “આ વ્યાધિ મટે તો જરૂર સંયમ ગ્રહણ કરૂં. થોડા જ સમયમાં વ્યાધિ દુર થયે. એટલે સ્વયં સાધુ મુનિવેશને ધારણ કરીને ઘેરથી નીકળે અને વિધિપૂર્વક દિક્ષા માટે સુવિહિત ગુરૂની રાહ જોતો પૃવિતળને પાવન કરી રહેલ હતે.
પ્રકરણ ૪ થું.
જયમલની ગયેલી આંખનું પાછું આવવું.
દિન પ્રત્યે ધર્મદની ભાવના, અને શ્રી શાંતિનાથની ભક્તિ પ્રત્યે ત્રિકરણ શુધે એકાગ્રતા જયમલના પવિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com