________________
( ૨૦ ) વિંધ્યાચલની ભૂમિનું સ્મરણ કરે તેમ” રાજમાન પામી
રાજસાહ્યબી ભગવતે કુમાર કામલંતાનું જયકુમારનું સ્મરણ કરતે શીધ્રપણે જ તેને ઘેર ગયે ! વળી પાછું કામ- “દુ:ખે કરીને દર શકાય તેવા આ લતાને ત્યાં આવી વ્યસનને ધિક્કાર હો !” પહેલાની માફક વસવું ! મણના પ્રભાવથી કામલતાને ઈચ્છિત
ધન પૂરત કામલતામાં આસક્ત બનીને તેને જ ઘરે રહેવા લાગ્ય! એમ કેટલાય દિવસ રહ્યો ! અહો! ઉત્તમ પુરુષોની પણ સ્થિતિ!!! . ૧૪૪–૧૪૫ આ બાજુ પતિના વિયેગથી થતા ઉદ્વેગને લીધે ચિંતા–સમુદ્રમાં ડૂબેલી રાજપુત્રીએ-રાજાના જમાઈને તે સઘળે વૃત્તાંત રાજાને જણાવવાથી રાજા પણ ચિંતાતુર બન્ય. ૧૪૬ “કેઈ તેવા દેવગે જમાઈ ઉન્માર્ગે ચડી જવા પામેલ છે, છતાં તે વિનયવંત અને લજજાવંત તે છે જ, માટે કદાચ મારી શરમે તેવા વ્યસનથી પાછા વળવા સંભવ છે;” એમ વિચારીને રાજાએ જમાઈને બેલાવવા માટે પ્રધાનને વેશ્યાને ત્યાં મોકલ્યો. વેશ્યાના મહેલના દ્વાર પાસે આવીને બહારથી પ્રધાન જેટલામાં કુમારને સાદ પાડીને બેલાવે છે, તેટલામાં સાદ ઉપરથી પ્રધાનને ઓળખે, અને તેથી ઉપજેલી લજજાની પીડાથી વ્યાકુળ થઈને જયકુમાર વિચાર કરવા લાગ્યો કે–અરે! જાર વિગેરેની માફક અહિં રહેલા મને રાજાએ પણ જાયે? મારું સુખ રાજાને શી રીતે બતાવું? માટે હવે તે કયાંઈ દૂર ચાલ્યો જાઉં છે ૧૪૭–૧૪૮–૧૪૯ એમ વિચારીને તાવ ઉડકણ સર્ષની માફક ઉડીને તે ઘરમાંથી જલદી નીકળીને અને ૧ કિનાં 5 .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com