________________
[ ૪ ]
અને વ્યાપાર; આરેાગ્ય અને તે માટેની વિવિધ પદ્ધતિઓ, અણુ-પરમાણુ અને ભૌતિક વિજ્ઞાનના સંશાધના, અધ્યાત્મશાસ્ત્ર, વિશ્વની અભૂતપૂર્વ ઘટનાઓ, વિશ્વના અભૂતપૂર્વ પદાર્થો અને સ્થાના, સંગીત, ચિત્ર અને નૃત્ય જેવી લલિતકળાએ અને શિલ્પ સ્થાપત્યની વિવિધ કળાઓ, ગ્રામ્ય અને શહેરી જીવન, પૂર્વાંની સંસ્કૃતિ અને પશ્ચિમ પદ્ધતિનું જીવન—આ અધા વિષયા ઉપર ઉપયેગી જ્ઞાન કે માહિતી આપવા કરતાં ય આ માસિકના વધુ પ્રયત્ન તે। આ બધી ય બાબતેામાં કયાં કઈ રીતે કેવા વૈજ્ઞાનિક રહસ્યા ગૂંથાયેલા છે તે ખતાવાના રહેશે. જીવનની પ્રત્યેક બાબતાના ગૂઢ વિજ્ઞાનને સ્પર્શતી તથ્યપૂર્ણ અને ન્યાયપૂર્ણ વિગતાની સાથે સાથે આ માસિક ગાળવિજ્ઞાન અને ભૂગાળવિજ્ઞાની દુનિયામાં પણ વાચકને
લઈ જશે.
વાર્તા, કથા, સંવાદ, રસપ્રદ ટૂચકાઓ, કયારેક કાવ્યદૂહા—ગઝલ કે ગીતા, પ્રશ્નોત્તરી, રસપ્રદ લેખા અને ચર્ચા લેખા, સમાચાર વિભાગ અને વિવિધ રસપ્રદ વિભાગેાથી વૈવિધ્ય અને રસની જાળવણી એ અમારો મુખ્ય પ્રયાસ રહેશે. બાળકોને રસ પડે તેવા રમતિયાળ વિભાગની સાથે આકૃતિઓ અને ચિત્રાને પણ સ્થાન ખરું જ.
આપને થોડી ઝલક તા હવે પછીના પાનાઓમાંથી જ મળી રહેશે.
'તમાં એટલું જ કહેવાનું કે ‘ જ ખૂદ્દીપ' માસિકના માધ્યમથી આપણે જીવન સાફલ્યની વધુમાં વધુ નજીક આવીએ એ જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાથના. சு
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com