________________
[ 2 ] નામે જ અશિક્ષિતતા અને કુસંસ્કારોનું નિર્માણ, મનરંજનના નામે મનેભંજન, વેતક્રાંતિની ડેરીઓના નામે પશુઓની કતલ અને શુદ્ધ દૂધ-ઘીને દુકાળ, વૈજ્ઞાનિક સંશોધનના નામે જીવનનાશક વસ્તુઓ અને પદાર્થોનું નિર્માણ, મબલખ ઉત્પાદનના નામે જીવન ઉપયોગી વસ્તુઓની અછત, જીવનને વિકાસ અને પ્રગતિના નામે જીવનને વિનાશ કરે તેવી અને જીવનને અર્ધગતિ તરફ લઈ જાય તેવી પ્રવૃત્તિઓનું અને પરિસ્થિતિનું નિર્માણ આપણે આપણી નજરની સમક્ષ જોતા હોવા છતાં અને પ્રત્યક્ષ અનુભવની વાત હોવા છતાં આંખ મીંચીને જે દિશામાં દોટ મૂકી રહ્યા છીએ તે સાચી દિશા છે કે નહિ તે જોવા-જાણવાની ફુરસદ પણ આપણને રહી નથી.
કેઈ સાદ પાડીને આપણને ક્ષણભર થંભાવી આગળ પાછળ નજર નાખવા કહે તો તે માટેની માનસિક તૈયારી પણ આપણી નથી એ આપણી કેવી કમનસીબી છે?
ખેરજમ્બુદ્વીપ માસિક એનું કામ બરાબર કરશે. ઉપરની પરિસ્થિતિમાં સત્યને સીધે માર્ગ ચીંધવાનું આંગળી ચીંધણાનું નાનકડું પુણ્યકર્મ પૂર્વેના કોઈપણ સમય કરતાં આજે વધારે મહત્વનું બન્યું છે.
આમ તે શ્રી જબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢી સાથે સંકળાયેલ શ્રી જબૂદ્વીપ વિજ્ઞાન રીસર્ચ કેન્દ્ર મુખ્યત્વે પ્રાચીન–અવાર્ચન ખગોળશાસ્ત્રના સંશોધનમાં વ્યસ્ત છે. તેમજ વિશ્વને વિનાશના માર્ગેથી પાછા વાળવા ઉપદેશ આપવાનું કામ સંતપુરુષ અને ઉપદેશનું છે, છતાં શ્રી જંબુદ્વીપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com