SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય : ૨૮ : || જૈન તીર્થોને તમારા મનમાં શત્રુંજયના ઉદ્ધારને પ્રશ્ન છે, અને તે કાર્ય તમારા નાના પુત્ર કમશાહના હાથથી થશે. વળી પ્રતિષ્ઠાપક અમારા શિષ્ય થશે, ” થોડા સમય પછી તેલાશાહ સ્વર્ગસ્થ થયા. અહીં ધર્મરત્નસૂરિજી પણ સ્વસ્થ થયા. કમીશાહની ઉન્નતિ થતી ગઈ. તે રાજ્યમાન્ય બન્યા. અમદાવાદના સૂબા સાથે મંત્રી બાંધી. અમદાવાદના સૂબા બહાદુરશાહ ઉપર કમશાહે શેડે ઉપકાર કર્યો હતે તેના બદલામાં સૂબાગીરી મળ્યા પછી એણે કમાંશાહને પોતાની પાસે બેલાવ્યા અને કોઈપણ કાર્ય હોય તે સૂચવવા કહ્યું. કમશાહે શત્રુંજય ઉપર પોતાની કુલદેવી બિરાજમાન કરાવવાનું કાર્ય કર્યું. સાથે જ તીર્થોધ્ધાર માટે પણ મદદ માંગી. બહાદુરશાહ શાહી ફરમાન લખી આપ્યું. એક ફરમાન જુનાગઢ કહ્યું કે કર્મશાહને શત્રુવારમાં પૂરેપૂરી મદદ આપવી. કમીંશાહ ફરમાન લઈ ખંભાત ગયા. ત્યાં વિનયમંડનસૂરિજીને પિતાને અભિપ્રાય જણાવ્યો અને તેમને સાથે લઈ પાલીતાણે ગયા ત્યાં જ અમદાવાદના કુશલ કારીગરોને બોલાવ્યા. ખંભાતમાં બિરાજમાન શિલ્પ તથા જ્યોતિષશાસ્ત્રના પારંગત વિવેકધીરગણિ તથા વિવેકમંડન પાઠકને પાલીતાણે પધારવા વિનંતિ કરી. તેઓ આવી પહોંચ્યા અને શુભ મુહૂર્ત જીર્ણોધ્ધારનું કાર્ય શરૂ થયું. શ્રી ઋષભદેવ પ્રભુનું નૂતન મંદિર બનાવ્યું તથા વસ્તુપાલે બનાવેલી અને ભંડારમાં રાખેલી મૂર્તિઓ કાઢી. મંદિરનું કાર્ય પૂરું થતાં કર્માશાહે પોતાના વડીલ બધુ રત્નાશાહને સપરિવાર તેડાવ્યા, તેમજ પોતાના ગુરુ તપાગચ્છના વિદ્વાન આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજીને પણ વિનંતિ કરવા તેમને જ મોકલ્યા. દેશ-દેશાવરમાં શત્રુધ્ધારની કકેત્રી મેકલી. જુનાગઢના દિવાન ર તથા નરસીને પણ તેડાવ્યા. અનેક ગામના સંઘે આવ્યા. સૂરિજીમહારાજ પણ સપરિવાર આવ્યા. સાથે અનેક આચાર્યો પધાર્યા. અનકમે ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ રવિવારે વિધિપૂર્વક શ્રી વિદ્યામંડનસૂરિજીએ મૂલનાયકજીની પ્રતિષ્ઠા કરી. બીજા આચાર્યો અને મુનિવરેએ બીજી અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠાપક આચાર્ય ઉદારહૃદયી, વિનમ્ર અને રાગદ્વેષરહિત હતા. પ્રતિષ્ઠા કરાવ્યા છતાં પિતાનું નામ કયાંય કેતરાવ્યું નથી. रागद्वेषविमुक्त्यरैनुमत्या निरिव श्रीसरिणाम् ॥ १३१ ॥ श्रीऋषभमूलबिम्बे श्रीविद्यामण्डनाइसरिवरैः ।। श्रीपुण्डरीकमूर्तावपि प्रतिष्ठा शुभा विदधे ॥ १३२ ॥ ૧. રત્નાશાહે ચિત્તોડમાં શ્રી પાર્શ્વનાથજી અને સુપાર્શ્વનાથજીનાં મંદિર બંધાવ્યાં હતાં જેની પ્રતિષ્ઠા વિકમંડન પાઠકે જ કરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy