________________
પાવાપુરી
: ૪૬૨ :
|| જૈન તીર્થોને - ગામનું મોટું ભવ્ય જિનમંદિર તેની પાસેની વિશાળ ધર્મશાળાઓ કે જેમાં શ્વેતામ્બર જૈન સંઘની પેઢી છે, જે આ તીર્થની વ્યવસ્થા કરે છે. તે તથા સમવસરણ જિનમંદિર અને જળમંદિર તથા અનેક જૈન શ્વેતાંબર ધર્મશાળાઓ કે જે શ્વેતામ્બર જૈન સંઘના તાબામાં છે. શ્રી વેતાંબર જન સંઘ તરફથી જળમંદિરના તળાવની ચેતરફ ફરતી જમીન ઉપર બેઠક રાખવામાં આવી છે. ત્યાં રથયાત્રાને વરઘોડો વેતાંબર તરફથી નીકળે છે તથા તળાવની રક્ષા, સુધારાવધારે બધું વેતાંબર જૈન કારખાના તરફથી જ થાય છે.
શ્રી વેતાંબર જૈન પેઢીના વ્યવસ્થાપક બાબુ ધનુલાલજી સુચન્તી ઘણું જ સારી વ્યવસ્થા રાખતા હતા-હાલમાં લહમીચંદજી સુચની વહીવટ કરે છે. દિવાળીના દિવસે માં મેટે મેળો ભરાય છે; હજારે જનયાત્રીઓ આવે છે. આ વખતે અજીમગંજના શ્વેતાંબર જૈન સદ્દગૃહસ્થ વ્યવસ્થા સારી જાળવે છે. વેતાંબર પેઢી પણ ખૂબ સેવા બજાવે છે અને તીર્થને હિસાબ જાહેરમાં જ સંભળાવાય છે.
પાવાપુરીને અંગે શ્વેતાંબર તથા દિગંબર વચ્ચે અદાલતેમાં વિવાદ ચાલે છે. એની પાછળ અને સમાજના લાખો રૂપીઓ વેડફાઈ ગયા છે. દિગંબર ભાઈઓ કહે છે કે-જળમંદિરમાં પહેલાં પ્રતિમાજી ન હતા. જ્યારે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં લખાએલી તીર્થમાળામાં એક-બે નહીં, પાંચ-પાંચ પ્રતિમાઓ હેવાને ઉલેખ છેઃ
“સરોવરમાંહિ શુદ્ધ વિહાર, જાણે ભવિયણને આધાર;
જિનપ્રતિમાં પાંચ પગલાં, પૂછ પ્રણામી કીજઈ સેવ.” મંદિરમાં જીર્ણોદ્ધાર વખતે પાયામાંથી બે હજાર વર્ષ પહેલાંની ઈટ મળી આવવાનું પુરવાર થયું છે, અને એ જીર્ણોદ્ધાર કરાવનાર વેતામ્બર શેઠજીને લેખ છે,
સરોવરમાં સાપ, માછલાં, દેડકાં પુષ્કળ પ્રમાણમાં છે પણ એમ કહેવાય છે કે-એ છ એક-બીજાને બીસ્કુલ રંજાડતા નથી. વીર પ્રભુની છાયામાં પ્રાણી માત્ર અહીં અભય-આશ્રય અનુભવે છે.
દિવાળી ઉપર અહીં મોટો મેળો ભરાય છે. એ વખતે એટલે કે ભગવાનના નિર્વાણસમયની પળોમાં ભગવાનની પાદુકા ઉપરનું છત્ર આપોઆપ ફરકે છે. ભગવાનની ભસ્મ-રજથી પવિત્ર બનેલી ભૂમિને એ એક ચમત્કાર ગણાય છે.
બધી રીતે જોતાં પાવાપુરી શ્રી જૈન સંઘનું મહાન તીર્થક્ષેત્ર છે. વિવિધ તીર્થકલ્પકાર પાવાપુરી તીર્થ માટે લખે છે કે
મધ્યમ પાવાનું પહેલાં નામ અપાપા(અપાવા)પુરી નામ હતું. ભગવાન મહાવીર દેવને નિર્વાણ પછી ઈન્દ્રમહારાજે તેનું નામ પાવાપુરી જાહેર કર્યું” આગળ વિશેષતા દેખાડતાં કહે છે કે “ભગવાન શ્રી મહાવીર દેવના કાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com