________________
''' ***
કાર -
ઈતિહાસ ] : ૪૪૯ :
બિહાર શિષ્ય મહેન્દ્રસૂરિજીને મેકલી ચમત્કાર બતાવી બ્રાહ્મણને નમાવી દીક્ષા યે તે છેડવાનું કહ્યું. આખરે બ્રાહ્મણે એ દીક્ષા લેવાનું કાર્યું”અને પછી છોડયા. પછી તેમને આખપુટાચાયે દીક્ષા આપી હતી. આ આચાર્ય વિક્રમની બીજી શતાબ્દિમાં થયા છે.
આ જ સમય લગભગમાં સુપ્રસિદ્ધ પાદલિપ્તસૂરિજી થયા છે. તેમણે પણ પટણના રાજા મુરુંડરાજને પ્રતિબધી જન બનાવ્યા હતા. (જુઓ, પ્રભાવક ચરિત્ર પાદલિપ્તસૂરિ પ્રબંધ.)
પટણાથી અત્યારપુરથી એક નાનો ફાટ-નાની રેલવે નીકળે છે અને તે બિહાર થઈ રાજગૃહી જાય છે.
પટણાથી અત્યારપુરથી એક બીજી લાઈન બાઢ સ્ટેશન જાય છે. ત્યાંથી ઉતરી પાંડરાક-મર જવાય છે કતપર્વમાં આવતું મોરાકસન્નિવેશ આ હોય, એમ કેટલાક માને છે. અહીંથી મુકામાં જંકશન થઈ સીતામઢી જાય છે અને ત્યાંથી વિદેહની રાજધાની મિથિલા જવાય છે.
પટણામાં કે. પી. જાયસવાલ બેરીસ્ટર બહુ જ સારા વિદ્વાન અને પ્રખર પુરાતત્વવિદ રહે છે, તેઓ જૈન સાહિત્યના પણ સારા અભ્યાસી છે.
પટણથી બજ્યારપુર થઈ બિહાર થઈ, પાવાપુરી જવાય છે. આ પ્રદેશ મધ દેશ કહેવાય છે. ત્યાંના અજૈનોમાં એક વહેમ છે કે “ મગધ દેશમાં મરે તે નરકે જાય.” આ વહેમથી પ્રેરાઈ મરી ગયેલા માણસને મગધમાં ન બાળતાં ગંગાકાંઠે લઈ જઈ બાળે છે. ઠેઠ ૪૦-૪૫ માઈલ દૂરના માણસો પણ આ વહેમને લીધે ગંગાકાંઠે શોધે છે અને શબને ત્યાં ઊંચકી લાવીને બાળે છે. પટણામાં શ્વેતાંબર જન મંદિર અને ધર્મસ્થાનની વ્યવસ્થા સુશ્રાવક મંગળચંદજી શિવચંદજી સંભાળે છે.
પણ અત્યારે બિહાર સરકારનું રાજધાનીનું મુખ્ય શહેર છે. જો કે કઈ પણ તીર્થંકર ભગવંતના કલ્યાણકે આ સ્થળે થયા નથી તેમજ તીર્થભૂમિ તરીકે પણ પ્રસિદ્ધ નથી, છતાં પ્રાચીન નગરી અને જૈનધમની જાહોજલાલીનું એક વખતનું મહાકેદ્ર હોવાથી તેને લગતે થેડો ઉલેખ કરવામાં આવ્યા છે.
બિહાર
અહીં અત્યારે બે સુંદર જિનમંદિર છે. તેમાંય ગામનું દહેરાસર તે બહુ જ સુંદર અને રળીયામણું છે. તેની પાછળ ધર્મશાળા (ઉપાશ્રય) છે. હમણાં દસ બાર શ્રાવકેનાં જ ઘર છે. તેમાં ધનલાલજી સુચતિ અને તેમના નાના ભાઈ લક્ષમીચંદજી સુચંતિનું કુટુમ્બ મુખ્ય છે. બિહાર, પાવાપુરી અને કુંડલપુર આદિ તીર્થોની વ્યવસ્થા પણ તેઓ જ જાળવે છે. શાસ્ત્રપ્રસિધધ તુંગીયા નગરી બહારની
૫૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com