________________
ઇતિહાસ ]
પાલીતાણા ૧૧. બાલાશ્રમ મંદિર
જેન બાલાશ્રમમાં હમણાં નવા બનેલા મકાનમાં જૈન મંદિર છે જે તલાટી રેડ ઉપર આવેલ છે.
પાદુકા દહેરીઓ ૧. આદિનાથની દહેરી - શ્રી ત્રાષભદેવ પ્રભુજીની દહેરી છે. ત્રણ જોડી પગલાંની સ્થાપના છે. કચ્છી રણસિંહ દેવરાજની ધર્મશાળા પાસે જે તળાવ છે તે સ્થાને આ દહેરી આવેલી છે. દહેરી ફરતે કેટ કરેલ છે. આ લલિતાંગ તળાવ મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાલે પિતાની ધર્મપત્ની લલિતાદેવીના નામથી બંધાવેલ છે. કહે છે કે આ તળાવ સાડાબાર લાખ રૂપિયા ખર્ચ કરી બંધાવવામાં આવ્યું હતું. તળાવને કિનારે. શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય આલિશાન મંદિર પણ બંધાવ્યું હતું, જેમાંનું અત્યારે કશું નથી, ૬૦ થી ૭૦ વર્ષ પહેલાં તળાવ સારા રૂપમાં હતું. અત્યારે દહેરા ને પાદુકાઓ છે. તળાવ પુરાઈ જવાથી અત્યારે તે તે સ્થાન પર વસ્તી થઈ ગઈ છે. ૨. જુની તલાટીની દહેરી
અત્યારે જે તલાટી છે તેની પહેલાંની તલાટી જે સ્થાને હતી ત્યાં બે શહેરીઓ છે જેમાં ત્રણ પાદુકાઓ છે. દહેરીના ચેહરા ઉપર જૂનું રાયણનું વૃક્ષ છે. પર્યુષણમાં ચિત્યપરિપાટી કરતા શહેરને જનસંઘ વાજતેગાજતે અહીં આવી દર્શન કરી શ્રી સિદ્ધગિરિરાજની સ્તુતિ ચૈત્યવંદનાદિ કરે છે. ઠે. બાવાના અખાડા પાસે અને દરબારી સ્કુલના પાછળના ભાગ. આ પવિત્ર સ્થાનની રક્ષા માટે ચેતરાને ફરતી જાળી કરાવી લઈ રીપેરીંગ આદિ કરાવવાની જરૂર છે. આ. કે. પેઢી અને સ્થાનિક સંધ આ તરફ જરૂર લક્ષ આપે. ૩. ગોડીજીના પગલાંની દહેરી - ધાંધરકના નદીના ઘાટ ઉપર અને રમશાનથી છેડે દૂર આ દહેરી આવેલી છે. વિજયાદશમીએ શ્રી સંઘ તરફથી અહીં ધ્વજા ચડે છે. ૪. દાદાજીની દહેરી
ખરતરગચ્છીય જંગમ યુગપ્રધાન જિનદત્તસૂરિજીની પાદુકાની દહેરી છે. હમણા ત્યાં નવું મંદિર બન્યું છે. ઘેઘાવાળાની ધર્મશાળા પછવાડે આવેલ ગેરછની વાડીમાં.
શહેરમાં ત્રણ ઉપાશ્રયે છે. તપાગચ્છના ઉપાશ્રયને મેટા ઉપાશ્રયના નામથી ઓળખાવાય છે. બીજે ખરતરગચ્છને અને ત્રીજો અંચલગચ્છને ઉપાશ્રય છે. આ ઉપાશ્રયમાં અત્યારે યતિઓ ઉતરે છે. પ્રાયઃ સાધુઓ અને સાધ્વીઓ જુદી જાદી ધર્મશાળાઓમાં ઉતરે છે. ઉપાશ્રયેની વ્યવસ્થા શ્રી સંઘ કરે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com