________________
ઇતિહાસ ] : ૩૭૭ :
શ્રી કેસરીયાજી છે. નવે ચોકીનાં નામ નીચે મુજબ છે. બલીચા, કાચાં, બારપાલ, બોરીકુડા, ટીડી, પડેગા, બારાં, પરસાદ અને પીપલી. વળતી વખતે ધૂવાજીની એક ચેકીને વધારે કર આપવા પડે છે. પરસાદની ચેકીએ આઠ આના વધે છે. ઉદયપુરથી કેસરીયાજી જતાં સીધી સડક છે. વાહન મળે છે. હમણું તે મોટરો પણ દડે છે.
ધૂલેવામાં વેતાંબર જૈનેની ચાર વિશાલ ધર્મશાલાઓ છે. અહીં શ્રી કેશરીયા નાથજીનું મંદિર છે. મૂર્તિ મનોહર અને ચમત્કારી છે. મૂળનાયક શ્રી ત્રાષભદેવજીની મૂર્તિ છે પરંતુ કેશર વિપુલ પ્રમાણમાં ચઢતું હોવાથી કેશરીયાજી તરીકે ખૂબ પ્રસિદ્ધ છે. આ મૂર્તિ લગભગ એક હજાર વર્ષ પહેલાં ધૂલેવા ગામથી બહાર થોડે દૂર જંગલમાંથી નીકળી હતી. જે વખતે સૂર્યવંશી રાણુ મોકલજી ચિત્તોડની ગાદી પર હતા અને મેવાડની સત્તા તેમના હાથમાં હતા. તે સમયે હાલનું કેશરીયાજીનું મંદિર સ્થપાયું એમ કહેવાય છે. મંદિરમાં પ્રાચીન શિલાલેખો પણ ઉપલબ્ધ થાય છે. સં ૧૪૩૧ માં આ મંદિરનો જીર્ણોધ્ધારને સૂચવતે લેખ છે. આ સિવાય ૧૪૪૩; ૧૫૧૯ ના અને બાદમાં સત્તરમી અઢારમી સદીના પુષ્કળ લેખ મળે છે. ચેતરફ ફરતી દેરીઓમાં પણ ઘણું લેખે મળે છે.
મેવાડના ઉદ્ધારક મહારાણા પ્રતાપના સહાયક, દાનવીર, કર્મવીર ભામાશાહે કેસરીયાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તેને લેખ નીચે પ્રમાણે છે.
सम्बत् १६४३ महासुदि १३ शाह भामाजीकेन धुलेवरा श्रीऋषभदेवजी महाराजके मन्दिरको जीर्णोध्धार करापितं दंडप्रतिष्ठा कराइ पछे यात्रा सम्बत १६५२ रा वर्षसु लगाय सम्बत १६५३ वर्ष सुदी माघ शुक्ला १५ तिथी शाह भामाजी सब देशरी यात्रा कीधी याने लेण बांटी ६९००००० गुणसठ लाख खर्च कीधा, पुन्य अर्थ मेदपाट, मारवाड, माळयो, मेवात, आगरा, अहमदावाद, पाटण, खम्माइत, गुजरात, काठीयावाड, दक्षिण, वगैरा सर्व देशे लेण बांटी મોર ૨ નામ........... સંળ હૃત્તેિ હવા વાળાને નવ ધર્મ વરાવ્યા जाचकां ने प्रबल दान दीधां भोजक पोखरणा पोलवालने जगन हजीने मोहरां ५०० वटवो, मोत्यांरी माला १ घोड ५०० सर्व करी एक लक्ष मुको दान देव जाकता कुल गुरांने जाये परणे मोहर २ चवरीरी लागकर दीधी पोसालरा भट्टारपजी, श्री नरबद राजेन्द्रसरिजी ने सोनेरी सूत्र घेराव्या मोत्यांरी माला १ कडा जोडी १ डोरो १ गछ पेरामणी ई मुजव दीधी । वगैरा ।
૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com