________________
ઇતિહાસ ] : ૨૬૫:
ભિન્નમાલ એસવાલ અને શ્રીમાલી જેને ગુજરાત, કાઠીયાવાડ, મારવાડ-રાજપુતાના, કચ્છ, બંગાલ વગેરે પ્રાંતમાં વિદ્યમાન છે. આ શુદ્ધિ અને સંગઠ્ઠનનું પ્રચાર મિશન વિક્રમની સદી પહેલેથી અહીં ચાલતું હતું અને પ્રાયઃ ઠેઠ બારમી, તેરમી સદી સુધી ચાલુ રહ્યું હતું. ખાસ કરીને છઠ્ઠી સદીથી આરંભીને દસમી સદી સુધીના તે ઘણા વહીવંચાના ચેપડાઓમાં પણ ઉલ્લેખ મળે છે કે અમુક નેત્રવાળા અમુક સમયમાં જિન થયા. વિ. સં. ૭૯૧ માં ત્યાંના શ્રીમાલીએ જેન થયાની એક વંશાવલી મલી છે જેમાં લખ્યું છે કે “નેઢાના પૂર્વજો ૭૯૧ માં શ્રીમાળી જૈન થયા છે.” પછી એમાં જ જણાવ્યું છે કે બારમી સદીમાં પહેલવહેલું શ્રીમાલ-ભિન્નમાલનગર લુંટાયું. નગરને ભંગ થયો છે. (જૈન સાહિત્યસંશોધક વર્ષ ૧, અંક-૪ નેઢા વંશની વંશાવળી.) આ ઉપરથી ઠેઠ આઠમી સદી સુધીના ઉલ્લેખ મલ્યા છે એટલે ભિન્નમાલ ગુજરાતની પ્રાચીન રાજધાની હતું અને ત્યાંથી જૈન ધર્મની શુદ્ધિનું મીશન સમસ્ત ભારતમાં પણ ફેલાયું હતું તેમ સહેજે સમજાય છે. જેન ગોત્ર સંગ્રહમાં પં. હીરાલાલ હંસરાજ લખે છે તે મુજબ વિક્રમની બીજી સદીના અંતમાં અને ત્રીજીના પૂર્વાર્ધ સમયમાં ભિન્નમાલ ઉપર પરદેશી આક્રમણ થયું છે જેમાં ઘોર યુદ્ધ પછી અહીંના રાજા અજિતસિંહ મરાયા છે અને પરદેશી મ્લેચ્છ રાજવીએ સમૃદ્ધિથી ભરપૂર આ નગરને ખૂબ લૂંટયું અને સતાવ્યું છે. એ મમ્લેચછ રાજવી અહીંથી અઢળક ધન, સ્ત્રી અને ગુલામેને સાથે લઈ ગયે છે. ત્યાર પછી લગભગ બસે વર્ષે આ નગર પુનઃ આબાદ થયું છે. વળી બસો વર્ષ પછી અર્થાત વિક્રમની આઠમી સદીમાં આરાએ આ મહાનગરીને લૂંટી છે. આ વખતે ઘણા પિોરવાલ, એ સવાલ, શ્રીમાલ બ્રાહ્મણે વગેરે દક્ષિણમાં ગુજરાત તરફ ચાલ્યા ગયા. આ જ કેએ ગુજરાતને પોતાનું કાયમી રહેઠાણ બનાવી ગર્જર રાજ્ય. સ્થાપનામાં જયશિખરીને અને પાછળથી વનરાજ ચાવડાને સહાયતા કરી છે. ચાવડા અને સેલંકી યુગના ધ્રુવતારક આ શ્રીમાળી જૈનો, પિરવાલ જનો અને શ્રીમાળી બ્રાહ્મણે રહ્યા છે.
ભિન્નમાલના પ્રાચીન નામને સૂચક એક ઉલેખ ઉપદેશકલ્પવલ્લીમાં છે જે નીચે આપું છું
श्रीमालमिति यन्नाम रत्नमानमिति स्फूटम् । पुष्पमालं पुनर्भिन्नमालं युगचतुष्टये ॥ १ ॥
चत्वारि यस्य नामानि वितन्वन्ति प्रतिष्ठितम् । - તેમજ જૂના ગ્રંથમાં આ નગરનાં જુદાં જુદાં નામે પડવાનાં કારણની રસિક કથાઓ પણ મલે છે, જે વાંચવા ગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com