________________
ઈતિહાસ ] : ૨૦૫ :
તારંગા આ કટીશિલા ઉપર કરે: મુનિવરોએ કેવળજ્ઞાન પામી સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું છે, તેથી જ આ સ્થાન કોટીશિલા કહેવાય છે. હીરસૌભાગ્ય મહાકાવ્યમાં આ કેટીશિલા માટે નીમ્ન ઉલ્લેખ મલે છે.
" यत्तुङ्गतारङ्गागिरौ गिरीशभैलोपमे कोटिशिला समस्ति ।
स्वयंबरो वीव शिवाम्बुमाक्षी पाणिग्रहे कोटिमुनीश्वराणां ॥" એટલે કેટીશિલા એવું નામ સાર્થક છે. પાપપુણ્યની બારી
મૂલ મંદિરની પૂર્વ દિશામાં અર્ધા માઈલ ઉપર એક ટેકરી છે જે પાપપુન્યની બારીના નામથી ઓળખાય છે. આ ટેકરી ઉપર જતાં રસ્તામાં પાણીનાં ઝરણાં, વૃક્ષની ઘાટી છાયા, બગીચા, ચંદન વગેરેનાં વિવિધ ઝાડ નજરે પડે છે. પ્રાચીન કાળની ઈમાતેના પાયા તથા ભીંતે વગેરે દેખાય છે. આ બધા ઉપરથી એમ લાગે છે કે પ્રાચીન સમયમાં અહીં એક વાર મનુષ્યની સઘન વસ્તી હશે. ટેકરીની ટોચ ઉપર એક દેરી . છે, એમાં એક પ્રતિમાજીનું પરિકર છે જેના ઉપર ૧ર૪પ વૈશાખ સુદ ૩ ને લેખ છે. લેખ વણે જ ઘસાઈ ગયો છે. આ પત્થરવાળી દેરીની નીચે એક ગુફા છે. એમાં નવીન પાકાઓ સ્થપાયેલી છે. આ ગુફા પાસે તથા ટેકરીના રસ્તામાં જે પુરાણી મોટી ટી ઈટો પડેલી છે તે વલભીપુરના ખોદકામમાંથી નીકળેલી ઈ ટે જેવી અને એવા માપની જ છે, જે આ સ્થાનની પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ સિવ ય રૂઠી રાણીને મહેલ, બગીચા, ગુફાઓ, ઝરણે વગેરે અનેક વસ્તુઓ જેવા લાયક છે.
વેતાંબર મંદિરના કમ્પાઉન્ડ બહાર સુંદર વિશાલ જન ધર્મશાળા છે. વેતાંબર મંદિરના અને ધર્મશાળાના કિલ્લાની બહાર દિગંબર મંદિર અને દિગંબર ધર્મશાળા છે. વેતાંબર જન સંઘે ઉદારતાથી આપેલી ભૂમિમાં તેનું નિર્માણ થયેલું છે
આ તારંગાજી તીર્થ જવા માટે મહેસાણા જંકશનથી વીસનગર, વડનગર થઈ તારંગાહીલ સ્ટેશન સુધી રેલવે જાય છે. સ્ટેશન પર સુંદર વેતાંબર જૈન ધર્મશાળા છે. હમણાં બીજી સારી ધર્મશાળા, મંદિર, ઉપાશ્રય બને છે. સ્ટેશનથી દેઢ ગાઉ દૂર તલાટી છે. ત્યાં . જૈન ધર્મશાળા છે.
તલાટી જવા માટે વાહનની સગવડ મળે છે. ઉપર જવાને રસ્તે અર્ધાથી પિણ કલાકને છે. ઉપર ભાતું અપાય છે. ઉપર જવાનો રસતે પણ સારે છે. દૂરથી જ મહારાજા કુમારપાલે બંધાવેલ ભવ્ય જિનમંદિરના શિખરનાં દર્શન થાય છે. ઉપર શ્વેતાંબર ન ધર્મશાળા, ઉપાશ્રય, વાંચનાલય અને ભેજનશાળા વગેરે બધી સગવડ છે.
તીર્થને સંપૂર્ણ કબજે અને વહીવટ અત્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (અમદાવાદ) સંભાળે છે. અહીંની વ્યવસ્થા પ્રશંસનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com