________________
ઈતિહાસ ]
: ૧૯૩ :
તારંગા
હતી ત્યારે આ ટેકરી તારગિરિ શત્રુંજયના ૧૦૮ નામ પૈકીનું એ નામ)ના નામથી શત્રુંજયની સાથે જોડાયેલ હતી અને તેથી જ સિદ્ધશિલા, કેટીશિલા, પક્ષની બારી વગેરે સ્થાને આ ટેકરી પાસેની ટેકરીઓમાં જ છે. પૂર્વઇતિહાસ
પ્રભાવક ચરિત્રમાં તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે ઉલેખ મળે છે. “પછી એકદા રિપુછેદના સંકલ્પથી પૂર્ણ એવા શ્રી હેમચંદ્ર મહારાજે શ્રીમાન અજિત નાથ સ્વામીની સ્તુતિ કરતા અને તેને પ્રાસાદ બનાવવાને ઈચ્છતા રાજાને પ્રગટ રીતે આદેશ કર્યો કે-“હે ભૂપાલ! અનેક સિદ્ધથી ઉન્નત સ્થિતિ યુક્ત એવા શ્રી તારંગા પર્વત પર અક્ષયસ્થાન અને વિભવથી સુશોભિત એ પ્રાસાદ કરાવવાની જરૂર છે એ પર્વત પણ શ્રી શત્રુંજયની જાણે અપર મૂર્તિ હોય એમ સમજી લે.”
એ પ્રમાણે ગુરુની આજ્ઞા થતાં રાજાએ ચોવીશ હરત પ્રમાણે મંદિર કરાવ્યું. તેમાં એક સો એક આંગુલપ્રમાણનું બિંબ સ્થાપન કરાવ્યું હતું. તે પ્રાસાદ અદ્યાપિ દે અને રાજાઓની સ્તુતિથી શેભિત અને પર્વતના મુગુટ સમાન શ્રી સંઘજનેને દશનીય છે.
( પ્રભાવક ચ. ભા. પૃ. ૩૨૮) “તારાઇ માતા” તારા દેવીનું મંદિર છે, જે વર્તમાન તલાટીથી દોઢ માઈલ ઉત્તર તરફ છે. તેના ઉપર લેખ પણ છે.
" यो धर्मा हेतु प्रभषां हेतुं तेषां तथाऽतोप्यषदत तेषां चयों विराधे एवं કકિ જ બાળક”
જે વિદ્વાને એમ કહે છે કે બૌદ્ધોની તારાદેવીનું અહિં સ્થાનક હેવાથી પર્વતનું નામ તારંગા પડયું પણ બૌહોની આ તારાદેવીના મંદિર બીજે પણ હય છે છતાં કયાંય તારંગા એવું સ્થાનનું નામ પડ્યું નથી. એટલે તારાદેવીના નામ ઉપરથી પહાડનું નામ તારંગા પડયું હોય એ કલ્પના વાસ્તવિક નથી. વસ્તુપાલના ૧૨૮૫ ના લેખમાં આ પહાડનું નામ “ તારા '' લખાયું છે.
આવી જ રીતે આબુના એક ૧૨૯૬ ના લેખમાં નાગપુરીય શા લાડ શ્રાવકે જણાવ્યું છે કે–તારંગાજીના શ્રી અજિતનાથ પ્રભુજીના મંદિરના ગૂઢ મં૫માં આદિનાથના બિંબ સહિત ખત્તક( ગોખલે ) કરાવ્યું છે. એ વરતુને સૂચવતે લેખ આ પ્રમાણે છે. " भीतारणगढे श्रीअजितनाथगुटमंडणे, भोआदिनाथवि खत्त रूकम" ।
આ લેખમાં તારંગાને તારણગઢ શબ્દથી સંબોધેલ છે તે સમજી શકાય તેવી હકીક્ત છે.
પંદરમી શતાબ્દીના શ્રી જિનમંડન ગણિ આનું નામ તાણ આપે છે. એટલે ગુજરાતી નામ તારણગઢ, પછી તારગઢ અને પછી તારંગા બન્યું હોય એ સંભવિત છે. જયારે વૈદિક સાહિત્ય કહે છે કે તારંગ નાગના નામ ઉપરથી તારંગા થયું હેય. આમ આ પહાડના નામ માટે ભિન્ન ભિન્ન મતભેદો જોવાય છે.
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com