________________
ઈતિહાસ ] : ૧૮૯ :
ભાયણજી તે થોડાં વર્ષો પૂર્વે નીકળી છે. મંદિરને ભાગ પણ નીકળેલ છે. ગામ બહાર આ સ્થાન છે તેમાં આ તીર્થનો જીર્ણોધ્ધાર આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ કરાવેલ છે. સેરીસામાં ધર્મશાળા વગેરેનો પ્રબંધ સારે છે.
વિ. સં. ૨૦૦રમાં વૈશાખ શુદિ દશમે ઉત્સવપૂર્વક સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શુભ હાથથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રતિષ્ઠા થઈ ગઈ છે.
વામજ કલેલથી ૪ ગાઉ દૂર આ ગામ છે. ત્રિભવન કણબીના ઘર પાસેથી ખોદતાં સં. ૧૯૭૯ ના માગશર વદ ૫ ને શનિવારે પ્રતિમાજી નીકળ્યાં છે. સંપ્રતિ રાજાના સમયની શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાજી છે. સાથે ચાર કાઉસગ્ગીયા, બે ઈન્દ્રાણી દેવીની મૂતિ, બે ખંડિત ઈન્દ્રની સ્મૃતિઓ નીકળી છે. કહે છે કે અહીં પહેલાં ભવ્ય જિનમંદિર હતું અને અંદર ભેંયરું હતું, તેને સંબંધ સેરીસાના મંદિર સુધી હતે. મુસલમાની જમાનામાં આ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક પરિકર તથા મૂર્તિના કેટલાક ભાગો એક શિવાલયમાં ચડેલા છે. કહે છે કે જે બ્રાહ્મણે આ કાર્ય કર્યું તેનું ફલ તેને તરત જ મળ્યું. તે આંધળો થયો અને નિશ ગો.
નવીન બંધાયેલા જિનમંદિરમાં વિ. સં. ૨૦૦૨ના વૈશાખ શુદિ ૧૩ને દિવસે સૂરિસમ્રા આચાર્યવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી વિજયેાદયસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા થઈ છે. અહીંથી સેરીસા ત્રણ ગાઉ દૂર છે અને કડી પણ લગભગ છ ગાઉ દૂર છે.
ભોયણી. આ તીર્થ હમણાં નવું જ સ્થપાયું છે. ભાયણી ગામના રહેવાશી કેવલ પટેલ પિતાના ખેતરમાં કૂવો ખોદાવતા હતા ત્યાં અચાનક વાજા વાગવાનો અવાજ સંભળાય. બધા તરફ જેવા લાગ્યા ત્યાં એક મોટા અવાજ સાથે કૂવાના ખાડામાં મેટ ચીર પડ્યો. પછી ધીમેથી માટી ખોદતાં અંદરથી કાઉસગ્ગીયા સહિત પ્રતિમાજી દેખાયાં. ધીમેથી પ્રતિમાજીને બહાર કાઢયાં. યતિ બાલચંદ્ર
૧. ત્રણ પ્રતિમાજી ફણાવાળા શ્રી પાર્શ્વનાથજીની છે. જે ૪ ફૂટ પહેળી કા ફુટ ઉંચી છે. ફણસહિત પાંચ ફૂટ છે. બે કાઉસગ્ગીયાજી છે જે ૨ ફૂટ પહેળા, ૬-૭ ફૂટ ઊંચા છે. એક શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે જે સમ્રાટ્ર સંપ્રતિના સમયની છે. અંબિકાદેવીની એક ભવ્ય મૂર્તિ છે. હજી વિશેષ કામ થવાથી જિનવરંકની વધારે પ્રતિમાઓ નીકળવા સંભાવના છે. પ્રતિમાજી ઉપર મોતીને શ્યામ લેપ કરવામાં આવ્યો છે જેથી તેની કાંતિ અને તેજ દૂભૂત દેખાય છે,
૨. કડીમાં શ્રાવકેનાં ઘર ઘણું છે. ચાર મંદિર, ત્રણ ઉપાય, ધર્મશાળા, બેગ વગેરે છે. અહીં ધાતુની સં. ૯૦૩ની પ્રાચીન મૂર્તિ છે. કડીથી ભોયણીજી તીર્થ પાંચ ગાઉ દૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com