________________
ઇતિહાસ ]
= ૧૬ :
શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ આ સિવાય જે જૂનું મંદિર છે કે જે તદન ખંડિયેર હાલતમાં છે. એમાં મૂલ મંદિરનો ગભારે, ગૂઢ મંડપ કે ચેકીએ અને સભામંડપનું નામનિશાન નથી રહ્યું, એટલે એમાંથી શિલાલેખે તે નથી મળ્યા પરંતુ ભમતીની લગભગ બધી દેરીઓ અને ગભારાની બારશાખ પર લે છે. એમાં ૧૬૫ર થી લઈને ૧૬૯૮ ની સાલના લેખો છે. કુલ ૩૪ લેખે આ જૂના મંદિરમાં છે. એમાં ૧૬૫૩, ૧૬૬૫, ૧૬૬૬ ના લેખ થોડી થોડી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે જેમાંથી એક બે શિલાલેખની નકલ નમૂનારૂપે આપું છું
___ " संवत् १६६६ वर्षे पोषवदि८ रखौ नटीपद् वास्तव्य श्रीश्रीमाली शातीय वृद्धशाखीय प. जावड भा. जसमादेसुत प. नाथाजिकेन भा. सपूरदे प्रमुख कुटुम्बयुतेन स्वश्रेयसे श्रीशंखेश्वरग्रामे श्रीपार्श्वनाथमूलप्रासादं तदुत्तरस्यां भद्राभिधानो प्रासादः शतशोरुप्यकव्ययेन कारितः भव्यधुंदैवेद्यमानश्चिरं जीयात्॥"
સંવત ૧૬૬૬ના પોષ વદિ ૮ ને રવિવારે નટીપદ્ર(નડીયાદ)ના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય વૃશાખીય પરીખ જાવડની ભાર્યા જસમાના પુત્ર પરીખ નાથાજીએ અને તેમની સ્ત્રી સપૂરદે પ્રમુખ કુટુંબ પરિવારયુક્ત પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર ગામમાં શ્રી પાર્શ્વનાથનું મૂલમંદિર છે તેની ઉત્તર દિશામાં ભદ્ર નામને પ્રાસાદ (પ્રદક્ષિણાનો મેટ ગભારે ) સેંકડો રૂપીયાના ખર્ચથી કરાવે છે. તે ભવ્ય પ્રાણીઓથી વંદાતે ઘણા કાળ સુધી વિદ્યમાન રહે.
" संवत् १६६६ वर्षे पोष वदि ८ रवौ राजनगरवास्तव्य वृद्धशाखीय ओशवालज्ञातीय मीठडीया गोत्रीय सा. समरसिंह भा. हंसाई सुत सा. श्रीपालकेन भा. हर्षादे द्वि. भा. सुखमादे धर्मपुत्र सा. वाघजीप्रमुखकुटुम्बयुतेन उत्तरामिमुखो भद्रामिधः प्रासादः कारितरिति भद्रम् ॥ श्रीछ ॥"
સંવત્ ૧૬૬૬ વર્ષે પિષવદિ ૮ ને રવિવારે અમદાવાદનિવાસી વિશા ઓસવાલ જ્ઞાતીય મીઠડીયા ગેત્રવાળા શ્રી શાહ સમરસિંહની ભાયાં હંસાઈના પુત્ર; પોતાની પ્રથમ ભાય હષાદ, બીજી ભાય સુખમાદ અને ધર્મપુત્ર વાલજી પ્રમુખ કુટુએથી યુક્ત શાહ શ્રીપાલે ભમતીમાં ઉત્તરદિશાસન્મુખ (મૂલમંદિરથી દક્ષિણ દિશામાં) ભદ્ર નામને પ્રાસાદ–માટે ગભારે કરાવ્યો.”
આ બને ગભારા બહુ જ વિશાલ અને સુંદર છે પણ વસ્ત હાલતમાં વિદ્યમાન છે.
પાંચ લેખો સોની તેજપાલના કુટુમ્બીના છે. આ સોની તેજપાલ ખંભાતના વતની અને શ્રી જગદગુરુ શ્રી વિજયહીરસૂરિજીના ઉપદેશથી શત્રુંજય તીર્થના જીદ્ધાર કરાવનાર સંભવે છે. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com