________________
આ પુસ્તક વાંચી મુમુક્ષુ છે તીર્થયાત્રા કરવા પ્રેરાય, તીર્થસ્થાને મહિમા જાણું વાંચો તેને અનુભવ કરે અને તીર્થયાત્રા કરી જૈન ધર્મના ભૂતકાલીન અને વર્તમાનકાલીન ગૌરવને અનુભવ કરી પતે તેવા મહાન થવા, એ મહાન વિભૂતિઓના પગલે ચાલી જીવનને વીતરાગ દેવના ધર્મને ચોગ્ય બનાવી સાપતિ તીર્થ ને સફલ કરે એજ શુભેચ્છા. તીર્થયાત્રા કરવા જનાર મહાનુબા નીચેની સૂચનાઓને જરૂર અમલ કરે.
તીર્થયાત્રાએ જતાં સસ વ્યસનને જરૂર ત્યાગ કરે, રાત્રિભેજના કંદમૂળ ભક્ષણને ત્યાગ કર, વ્રત પચખાણ કઈક ને કઈક જરૂર કરવાં, બ્રહ્મચર્ય પાળવું, દરેક તીર્થસ્થાનમાં અવશ્ય પૂજા કરવી, ભંડારમાં જરૂર ભરાવવું, સાધારણ ખાતામાં પણ રકમ જરૂર ભરાવવી, આશાતના થતી જોવાય તે ટાળવા પ્રયત્ન કરે. કયાંય ગંદકી ન કરવી. ધર્મશાળાઓમાં પણ શુદ્ધિ જાળવવી. પહાડ ઉપર ચઢતાં પગના જોડા નીચે જ રાખવા.
મંદિરમાં સેટી-હથીયાર વગેરે કદી ન લઈ જવા. એંઠા મોઢે ન જવું, પાન સેપારી વગેરે મુખવાસ મોઢામાં ન રાખવા. મુખશુદ્ધિ અવશ્ય કરી લેવી. ઉપર કશું જ ખાવું નહિ. પાણી સિવાય બીજા પીણાં પણ બંધ કરવાં. અંગ શુઇ, વસ્ત્ર શુદ્ધ, ચિત શુક, ઉપકરણની શુદ્ધિનો ખ્યાલ રાખ.
પહાડ ઉપર લઘુનીતિ વડીનીતિ ન જવું. રાતામાં થુંકવા વગેરેની બીજી ગંદકી ન કરવી. અને તીર્થસેવાને પૂર્ણ લાભ લઈ આત્મકલ્યાણ સાધવું, એ જ શુભેચ્છા.
મુ. ન્યાયવિજયજી (ત્રિપુટી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com