SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સામગ્રી બતાવવા આવેલ છે. પુસ્તકમાં સૌથી પ્રથમ સૌરાષ્ટ્ર વિભાગ. ત્યારપછી કચ્છ પ્રદેશ, ગુજરાત, રાજપુતાના (મારવાડ-માળવા-મેવાડ), દક્ષિણ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રાંત, પંજાબ, પૂર્વદેશ (બંગાળ-બિહાર-ઓરીસા) અને વિચ્છેદ તીર્થો આવા કમથી તીર્થસ્થાને પરિચય આપવામાં આવે છે, પુસ્તકમાં આવતાં તીર્થોને પરિચય સુજ્ઞ વાંચક, અનુક્રમણિકા અને પુસ્તક. વાંચનમાંથી મેળવી લેશે છતાં યે આપવામાં આવેલાં તીર્થોની ટૂંકી યાદી આપું છું. આ પુસ્તકમાંથી તીર્થસ્થાનો પરિચય આપવા સાથે મુખ્ય મુખ્ય શહેર કે જેમાં જિનમંદિર વિપુલ સંખ્યામાં છે, જેનોની વસ્તી પણ સારી સંખ્યામાં છે તેમજ જ્ઞાનમંદિર, પુસ્તક ભંડાર વગેરેની વિશિષ્ટતા ધ્યાનમાં લઈ તે તે શહેરાને પણ પરિચય આપ્યું છે, અને આ શહેરે પણ તીર્થયાત્રામાં જતાં માર્ગમાં આવે છે તેને ખાસ પરિચય આપ્યો છે. સૌરાષ્ટ્ર વિભાગમાં મુખ્ય શત્રુંજય, ગિરનારને વિસ્તારથી પરિચય આપે છે. પ્રાચીન મુખ્ય ઉદ્ધારકે, ટુંકો ઈતિહાસ, રસ્તાઓ, ધર્મશાળાઓ, ધાર્મિક સંસ્થાઓ, પ્રાચીન શિલાલેખ વગેરે આપ્યા છે. છતાંએ આ પુસ્તક દશવર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું એટલે તે વખતની પરિરિથતિને અનુકૂળ રાજદ્વારી વાતાવરણને ખ્યાલ રાખીને જ અમુક વસ્તુ લખાઈ હતી. આજે હિન્દ આઝાદ થયા પછી તેમાં મેટું પરિવર્તન થયું છે એટલે વાંચકે તે વસ્તુ ખ્યાલમાં રાખે તે જરૂરી છે તેવી જ રીતે શત્રુંજય ગિરિરાજમાં પણ દશ વર્ષમાં તે મહાન પરિવર્તન થયેલું નિહાળશે. ખાસ કરીને શત્રુંજય ગિરિરાજની તલાટીમાં બનેલું ભવ્ય વિશાલ આગમમ દિર. આ આગમ મંદિર પૂજ્યપાદ આગમેધધારક શ્રી સાગરા નંદસૂરીશ્વરજી મહારાજની સતત પ્રેરણું અને ઉપદેશથી જામનગરનિવાસી સંઘપતિ નગરશેઠ પટલાલ ધારશીભાઈએ મુખ્ય મંદિર બંધાવ્યું છે. આ ભવ્ય અપૂર્વ મંદિરની પ્રતિષ્ઠા સં, ૧૯૯૯ માં મહા વદિ દશમે થઈ છે. તેનું નામ દેવરાજ શાશ્વત જિનપ્રસાદ શ્રી વર્ધમાન ન આગમમંદિર છે. આ આગમ મંદિરમાં જન દર્શનમાં સુપ્રસિદ્ધ અને પરમ માનનીય પીરતાલીસ આગમને સુંદર આરસની તણીઓમાં મનહર રીતે છેતરવામાં આવ્યાં છે. આખાએ મંદિરમાં ચારે બાજુ આગમથી કતરેલી મહર શિલાઓ છે. તેની પાસે જ ગણધરમંદિર શ્રી સિદ્ધચક્ર મંદિર છે. ગણધર મંદિર નીચે ભવ્ય ભેંયરું- તલઘર છે, આ મંદિર જામનગરનિવાસી શેઠ અમૃતલાલ કાલીદાસભાઈએ કરાવ્યું છે. આ મંદિરમાં અનેક ગામના ભાવિક બીમતિએ મૂર્તિઓ વગેરે બિરાજમાન કરી મહાન લાભ ઉઠાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy