________________
હ૦.
મહેસાણાથી ટીંબા સુધી રેલવે જાય છે અને ટીંબાથી તારંગાજી ચડાય છે.
૨૬ મહેસાણ.
અહીંયા મનરંજન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય દેરાસર છે. તે સિવાય બીજા પણ દેરાસર તથા ઉપાશ્રયો વગેરેની સગવડ સારી છે. યશોવિજયજી પાઠશાળા અહીંયા સારી ચાલે છે. ધર્મશાલા છે. શ્રાવકની વરતી સારી છે, સ્ટેશન જકશન છે. વિશેષ હકીકત માટે જુઓ મનરંજન પાર્શ્વનાથ.
પ૭ પાટણ.
પાટણ એને અણહીલપુર પટ્ટન કહે છે. સંવત ૮૦૨ માં જયશીખરના કુમાર વનરાજ ચાવડાએ પાટણ વસાવી ત્યાં પિતાની રાજ્યગાદી સ્થાપી હતી. તે પછી અનુક્રમે તે શહેરની જાહોજલાલી વધતી જ ગઈ. પાટણ પ્રથમ બાર ગાઉના ઘેરાવામાં હતું, તેમાં ચોર્યાસી ચોક હતાને ચોર્યાસી બજાર હતી. વેપાર સારે હતે, નિત્ય એક લાખ ટકા જકાત આવતી હતી, જેનેની વસ્તી પણ ત્યાં અસલથી જ ચાલી આવે છે. ગુજરાતના રાજ્યમાં જેનો પણ આગેવાનીભર્યો–આગળ પડતો ભાગ લેતા આવ્યા છે. વનરાજ, મૂળરાજ, ભીમ, સિદ્ધરાજ, કુમારપાળ વગેરે રાજાઓ જેમ સમર્થ થયા છે, તેમાં જેનો પણ કાંઈ તેમનાથી ઉતરે એવા ન હતા. વનરાજના વખતમાં વ્યાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com