________________
સારી છે, જુનાગઢથી તલાટી કેશ બે થાય છે. ત્યાં ગાડીઓ જઈ શકે છે. તલાટીએ શેઠ પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા છે. ત્યાં જાત્રાળુઓને ભાતું અપાય છે. જાત્રાળુઓ રાતના ત્યાં જઈ સૂઈ રહે છે કે જેથી પ્રભાતના ત્યાંથી ડુંગર ઉપર ચડવું સુગમ પડે. તલાટીમાં દેરાસર પણ છે. હાલમાં પહાડ ઉપર ચડવાને રસ્તે સુગમ છે. કારણ કે તે સુધરાવેલે છે. તેમજ કેટલીક જગ્યાએ પગથીયાં પણ કરાવેલાં છે. પહાડનું ચડાણ સાત કેશનું છે. જેની શકિત ન હોય તે ડોળીમાં બેસીને પણ ચડી શકે છે. રસ્તામાં એક બે જાએ પાછું મળી શકે છે, વિસામા પણ બાંધેલા છે. પહાડ ઉપર કેશ ૪ ચડયા પછી બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથજીનું દેરાસર આવે છે, ત્યાં બીજાં પણ ઘણાં દેરાસર અને ધર્મશાળાઓ છે. અહિંયાં શ્રી નેમિનાથજીનાં દીક્ષા, કેવળ અને મોક્ષ એ ત્રણ કલ્યાણક થયાં છે. ભગવંતની પૂજા કર્યા પછી ઉપર જતાં રાજુલની ગુફા અને દેવી અંબિકા અધિષ્ઠાયિકાનું મંદિર આવે છે, ત્યાંથી પાંચમી ટુંકે નેમનાથ મેક્ષ ગયા તેની સ્થાપના છે, રસ્તામાં બીજા પણ દેરાસરમાં દર્શન કરતા જવું, વળી નીચે ઉતરતાં સહસાવનમાં જવું. ત્યાં તેમનાથજીએ દીક્ષા લીધી તે સ્થાનક છે, ત્યાં પગલાં છે. રસ્તામાં ઘણું જેગી લોકોના મઠ આવે છે. આ પહાડ ઉપર અનેક જાતની વનસ્પતિઓ છે. ચીતરાવેલ પણ એક સજીવન પાણીનું તળાવ તેમાં છે, પણ ભાગ્ય વિના મલતી નથી. એ નેમનાથShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com