________________
૧૩૧
૧૬૧ ગયાજી ભદ્દીલપુર તીર્થ ( વિચછેદ ).
બાંકીપુર જંકશન સ્ટેશને ઉતરીને બીજી રેલવેમાં બેસીને ગયાજી જવું, ત્યાં ધર્મશાળા છે ત્યાંના લોકો તેને સરાઈ કહે છે. અહીંથી ભાલપુર પંદર–સોળ ગાઉ થાય છે. ત્યાં ગાડી જાય છે, જ્યાં ગાડી જવાના રસ્તે નથી ત્યાં ફક્ત પગદંડી છે.
ગયા જીલ્લામાં હટવરીયા નામે ગામ છે. તેને ભીલપુર ગણેલું છે. પં. સૈભાગ્યવિજય જેને તારા કહે છે. તે ગામ હટવરીયાથી દક્ષિણમાં ચાર પાંચ માઈલ દૂર છે. તેમના સમયમાં આ દુતારા (દંતારા) ને ભદ્દીલપુર માનતા હતા. અહીં કેટલીક પ્રાચિન મૂર્તિઓ તથા ખંડીયરે છે. એજ એની પ્રાચિનતાનાં સ્મરણચિન્હ છે. આની પાસે એક પહાડ છે. આ પહાડજ ખરૂં ભદોલપુર તીર્થ કહેવાય છે. અહીંયાં દશમા શીતલનાથ ભગવાનનાં મોક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયાં છે. પંડિત સૈભાગ્યવિજયના કથન પ્રમાણે ભીલપુરને પર્વત કહેવાય છે, જયાં પર્વત ઉપર પાશ્વનાથજીનાં પગલાં છે, અને એક ગુફામાં સફણું પાશ્વનાથની મૂર્તિ છે. પાસે એક સરોવર છે, પર્વતની પાસે જ દેતારા (તારા) ગામ છે, જેને ભદ્દીલપુર નગર કહે છે. ત્યાં શીતલનાથનાં ચાર કલ્યાણક થયાં છે. હાલમાં તે ફકત ક્ષેત્ર ફરસના છે.
કઈ સાહેબ ન ધણયાતું સ્થાનક જાણુને પ્રથમ મૂર્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com