________________
ઉપરોક્ત પ્રકાશનનો લાભ લેવા તત્પર રહેશે અને તે લાભ લેનાર બંધુઓ બનવા જોગ છે કે પ્રકટરીતે ધમતર કરવા જેનધર્મને સ્વીકાર કરી લેવા કદાચ
ખ્વાર ન પડે છતાં પણ જૈનધર્મના સિદ્ધાંત અને તત્ત્વજ્ઞાનના ઉંડા અભ્યાસથી તેઓ તેને માટે અપૂર્વ માન ધરાવતા થઈ, નૈતિક અધ:પતનમાંથી બચી જઈ જીવનના ઉચ્ચ આદર્શો નજર સમુખ રાખી, વિકાસકમ માટેની આગેકુચને જરૂર આરંભ કરશે અને તે આપણા પ્રચારનું જ પરીણામ સમજવું અને તે પ્રચાર જ સાચા ઉત્કર્ષ નજીક લઈ જવા સમર્થ થશે.
જૈનધર્મના ઉત્કર્ષ માટેનું ઉપરોક્ત વિવેચન જેનસમાજના ઉત્કર્ષ માટે પણ ઘણી રીતે શીક્ષાપ્રદ અને પ્રેરણાદાયી થઈ પડે છે. જેનસમાજને સંખ્યા બળમાં વૃદ્ધિ પામતે જોવાની જેટલી ઉલટ અને ઉત્સુક્તા છે તેથી પણ વધારે ઉલટ અને ઉત્સુક્તા તેને ગુણવત્તામાં આગળ વધતું જેવાની આપણે ધરાવીએ છીએ. કેટલાક સુજ્ઞ અનુભવી મહા પુરૂષોનું કંઈક એવું જ મંતવ્ય છે કે વૈજ્ઞાનિક શોધો અને સંશોધનોની બાબતમાં જમાને આગળ વધતું જાય છે પરંતુ નૈતિક વર્તનની બાબતમાં આપણે કંઈક પાછા પડતા જઈએ છીએ આપણું નૈતિક અધ:પતન થતું જણાય છે. વૈજ્ઞાનિક શોધેના પરીણામે દિન-પ્રતિદિન મે જશોખની વસ્તુઓમાં વૃદ્ધિ થતી જાય છે અને લાવવા-લઈ જવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com