________________
રૂપ
જૈન સંસ્થાઓ –જેન સેવામંડળે અને સેવાસદને ઉભા કરવા પડશે. જેન ધર્મ અને જૈન સંઘની સાર્વત્રીક ઉન્નતિની સાધના જેવા પરમ ઉપકારક અને એકાંત હીતકારી કાર્ય માટે સાધુ વર્ગ તરફથી આપણે જોઈએ તેટલી મદદ મેળવવા ભાગ્યશાળી થયા નથી એટલે આવી સંસ્થાઓની તાત્કાલીક આવશ્યક્તા અનિવાર્ય જણાય છે. ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ તરફથી તાજેતરમાં જ ઉભું કરવા ધારેલ સેવાસદન તરફ આ પ્રસંગે સલામતીથી અંગુલીનિર્દેશ કરી શકાય.
આવા સેવાસદને પ્રત્યેક હેટ હેટા શહેરોમાં સ્થાપન કરવાની જરૂર છે. જીંદગીભર–મણુપર્યત-જૈન ધર્મ અને જૈન સમાજની તદ્દન નિ:સ્વાર્થ વૃત્તિથી સેવા કરવાનું વ્રત લેનારા, શ્રી જૈન સંઘનું સાચું અને અનેક દેશીય સ્વામીવાત્સલ્ય કરવાની પ્રતિજ્ઞા લેનારા, પિતાનું સર્વસ્વ જૈન સમાજ ( ચતુર્વિધ જૈન સંઘ ) ને ચરણે ધરી દેનારા ભાઈઓ ત્થા બહેનાના મંડળે ઠેક ઠેકાણે ઉભા કરવાની જરૂર છે. સેવાવૃતને ભેખ ધારી આ વર્ગ ગૃહસ્થ અને સાધુ સમુદાય વચ્ચે સાંકળની કડી રૂપ બની રહેશે અને ધાર્મિક તેમજ સામાજીક ઉન્નતિના કાર્યને વેગ પુર જેસથી વધારી શકશે.
આ સ્થાને નિડરતાપૂર્વકની હીમત સાથે કહેવાની જરૂર જણાય છે કે ચતુવિધ જૈન સંઘમાં અગ્રસ્થાન કરાવતા સાધુ વર્ગે નિરર્થક ચર્ચાઓ, વાદ-વિવાદે અને અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com