________________
સંઘ—સમાજ કે જ્ઞાતિઓના નાના મોટા વર્તુમાં, ધનિક કે ગરીબ વર્ગમાં, અધિકારીઓમાં કે તાબેના નીચા દરજી કારકુને માં, સર્વત્ર ક્રાંતિને પવન કુંકાઈ રહ્યો છે. સૌ કઈ પિતાના હક-અધિકાર અને સમાન દરજજાની જાળવણી માટે તલસી રહ્યા છે. અને સાથે સાથે સમાજ પ્રત્યેન પોતાની ફરજે કે જવાબદારી અદા કરવાની તૈયારી બતાવી રહ્યા છે. સાર્વભૌમ બ્રીટીશ સરકાર છેવટની વિદાય લેવાની તયારીમાં ઝડપભેર આગળ વધી રહી છે. દેશ ભરની પ્રજા સકાજુની ગુલામીમાંથી છુટી થઈ આઝાદી અને સ્વતંત્રતાના ઉંબરે આવીને ઉભી છે. શાહીવાદ અને સામ્રાજ્યવાદના અંધારા ઉલેચાઈ જતાં પ્રજાવાદ, લેકમતવાદ અને સમાજવાદને જવલંત પ્રકાશ ઝળહળી રહ્યો છે. લોકશાહીના નગારા સર્વત્ર ગડગડી રહ્યા છે. પિતાને દેવાંશી માનનારા સેળમી સદીમાં વસતા રાજ-મહારાજાઓ પણ હવે સમજવા લાગ્યા છે કે પ્રજાના હૃદયને જીતી લેવાની ખરી ચાવી, આપખુદ સત્તાના ઉપયોગમાં કે સર્વસત્તાધીશ માલીક તરીકેના મરચા માંડવામાં નથી પરંતુ ટ્રસ્ટી અને પ્રજાના સેવક તરીકે હોવાની જાહેરાત કરવામાં જ છે. જ્ઞાતિ કે સમાજના આગેવાનોએ પણ ભલેને ગૃહસ્થ દશામાં હો કે સાધુ દશામાં છે તેમનું સ્થાન ટકાવી રાખવા માટે પડકમદારી કે અહંભાવ ખંખેરી નાંખી, સમાજના તમામ વર્ગના મનુષ્યને સાથ અને સહકાર મેળવીલે તે બરાબર જાળવી રાખી, પોતાની જવાબદારીના સંપૂર્ણ ભાન સાથે, પરંપરાગત રુઢ સંસ્કાર અને ચાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com