________________
૧૦
પણ ભુતકાળમાં શ્રી ઉમાસ્વાતિ, સીદ્ધસેનદીવાકર, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, હેમચંદ્રાચાર્ય, હીરવિજયજી, યશેવિજયજી જેવા અનેક ધુરંધર આચાર્યોને સાથ અને સહકાર તેમજ સંપ્રતિ, ખારવેલ, અશેક, કુમારપાળ, વનરાજ, સીદ્ધરાજ જેવા રાજા-મહારાજાઓને રાજ્યાશ્રય થા વાગભટ, બાહડ, ઉદય વિમળશા, વસ્તુપાળ-તેજપાળ વગેરે મંત્રીશ્વરે અને સેનાનાયકે તેમજ શ્રેષ્ઠિવ જાવડશા, સમરાશા, ભામાશા, કર્માશા, દયાળશા, મેતીશા જેવા લક્ષમીનંદનેની ઉદાર હાથે પુષ્કળ મદદ મેળવવા જેનસમાજ ભાગ્યશાળી ન થયો હોતતે ભારતવર્ષમાં આપણું અસ્તિત્વ બૌદ્ધોની માફક કદાચ ભુંસાઈ ગયું હત–લુપ્ત પ્રાય થઇ ગયું હોત. - પ્રાચીન સમયના–ભૂતકાળના જૈનધર્મ અને જૈન સમાજના યશસ્વીજીવન–જવલંત કારકીદી તેમજ તેજસ્વી અને ગૌરવવંતા પ્રભાવને યાદકરી આધુનિક જૈન સમાજને નીહાછતાં આપણે આંસુ સારવાનાજ રહે છે પરંતુ તેથી કંઈ આપણે શુકરવાર વળે તેમ નથી. આપણે તે હવે આધુનિક સમયને અનુલક્ષીને-આજુ બાજુના સર્વ સંયેગને, અનુકુળ તેમજ પ્રતિકુળ વાતાવરણને બરાબર અભ્યાસ કરીને, જૈનધર્મને સવિશેષ પ્રચાર અને ઉદ્યોત કરવા માટે તેમજ જૈન સમાજને સર્વાગી વિકાસ સાધવા માટે અતુલ પ્રયાસ અને ઉદ્યમ કરવાની જરૂર છે. અન્ય ધમ–ભાઈબંધ કોમેની હળમાં ટકી રહેવા માટે તેમજ બનતા પ્રયાસે તેનાથી આગળ વધવા માટેનું પરમધ્યેય કાયમને માટે આપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com