________________
૧૩૮ એમ કહી આગ્રહ કરી રે, આપે કુંવરને દેય કે, વળી કહો તે આવું સહી રે, કહેને કારજ જે હોય છે. સ. ૨૨ એવાં વયણ સુણી કરી રે, તવ મન કરતે વિચાર કે, શ્રોતા. ઔષધિ એહ અમૂલ્ય છે રે, થાશે સહુ ઉપકાર કે. શ્રો. ૨૩ એમ ચિંતી અંગી-કરે રે, ઔષધિ દે સુખદાય કે, શ્રો ઉપકાર કામે આવશે રે, એથી સહુને સુખ થાય છે. શ્રો. ૨૪ અહો શ્રોતા ! તમે સાંભળો રે,
જુઓ જુઓ પુણ્ય પ્રકાર કે. શ્રો. ધમી પ્રાણી જાએ જિહાં રે, તિહાં સુખના ભંડાર કે. શ્રો. ૨૫ માટે ધર્મ તમે કરો રે, આળસ નિદ્રા વાર કે. શ્રો. તો તમે બહુ સુખ પામશે રે,
લલિતાંગની પરે સાર કે. શ્રો. ૨૯ દેવી કહે સુણ બંધવા ! રે,
સમરજે મુને કેઈ વાર કે; શ્રો. એમ કહી દેવી તદા રે, અદષ્ટ થઈ તે સાર કે. શ્રો. ૨૭ હવે શ્રોતા ! તમે સાંભળો રે, આગે ધરીને પ્રેમ કે, શ્રો. સાતમી ઢાળ પૂરી થઈ રે, રામચંદ્ર કહે એમ કે શ્રો. ૨૮
દેહરા હવે લલિતાંગ કુમર તદા, મનશું કરે વિચાર, જાવું કઈક વસ્તીમાં, કરું કાંઈક ઉપકાર. વળી દેવી પરગટ થઈ, કિહાં જાવું છે વીર ! ; તે સઘળું મુજને કહે, પહોંચાડું ત્યાં ધીર!. કુંવર કહે દેવી પ્રત્યે, મહારે જવું શુભ ઠામ; પચ્ચીશ જેજને અહિંથી, ચંપાપુરી છે ધામ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com