________________
૧૩.
તેથી છે ભાઈ! તુમ તણું, સાચી વાત તમામ; લ. એહવા વયણે સાંભળી, સજન હરખે તામ લ ઢો. ૧૦ તિમાંથી બાહિર ચાલીયા, કહે સજજન તે વાર; લ. તમે હાર્યા હું જીતી, આ અશ્વ વસુ સાર. લ. દ્રો. ૧૧ નહિ તો તુમ કહે ધર્મથી, દુઃખ પામે નરનાર, લ. તે તુમ અશ્વ નવી લહું, ન લહું તેમ દીનાર. લ. દ્ર. ૧૨ રાજ સુત કહે મિત્રને, એ ગામડીયા ગમાર, લ. આગે ન્યાય કરાવીએ, કહે એમ રાજકુમાર. લ. દ્રા ૧૩ સજજન કહે સુણે મિત્ર!, ન્યાય હવે શું થાય?, લ. ઘટક ધન દીયે મુજને, ઢીલ ન કરે હવે કાંય. લ. દ્રા ૧૪ એહવાં વયણે સાંભળી, આપે સર્વ દીનાર, લ. સજજન બેઠે ઘોડે ચડી, કમર થયે "પદચાર. લ. ઠે. ૧૫ આગળ જાતાં બેહે જણું, વળી સજન કહે એમ લ. નવલી વાત કઈ કરો, પંથ એ ખૂટે જેમ. લ. દ્ર. ૧૬ કમર કહે વાત એક છે, ધર્મો જય જય કાર લ.
એવાં વયણે સાંભળી, સજજન હસી કહે સાર. લ. દ્ર. ૧૭ લેહ વણિક સમ છે તમે, છે દુરાગ્રહી અપાર; લ. ધર્મો આપદ પામીયા, હજીએ ન મૂકે લગાર, લ. ઢો. ૧૮ હજી પણ માને મુજ કહ્યું, તે ત્યે તુમ તુખાર; લ. પણ જે હજી મનમાં હુવે, ન્યાય કરાવીએ સાર. લ. ઢો. ૧૯ એહ સુણ કુંવર કહે, મારી કયાં છે મનાઈ , લ. સજજન કહે હું નવ કરું, હેડ વિનાનું કાંઈ. લ . કુંવર કહે ભલે કીજીએ, જે ઈચ્છા હોય તજ, લ. સજજન કહે સુણે રાજવી!, મ્હારી વાત છે એજ. લ. દ્રો. ૨૧
૧-૪-૬ ઘોડે. ૨-૩ સેના મહેર-પૈસે. ૫ પગપાળો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com